રંગીલા રાજકોટમાં યુવતીએ એકાંત માણવા યુવકને બોલાવ્યો અને…

gilrs
gilrs

મળતી માહિતી પ્રમાણે જામનગર રોડ પર અવધ રેસીડેન્સીમાં રહેતી ગ્રુપ થ્રી નામની સુરક્ષા એજન્સીના મેનેજર રમણજી ચંદ્રેશ્વર પ્રસાદ યાદવે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એક મહિલા સહિત ચાર શખ્સોના નામ આપ્યા હતા.ત્યારે રમણજી યાદવે ફરિયાદમાં જણાવ્યું છે કે 10 ઓક્ટોબરે બપોરે 2.30 વાગ્યે જ્યારે તેઓ સિક્યુરિટી ગાર્ડને તપાસવા બાઇક પર સવાર હતા ત્યારે તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો અને ફોન કરનારે પોતાને મનિષા તરીકે ઓળખ આપી હતી અને જામનગર રોડ પર માધાપર ચોકડી ખાતે મિત્રતાની ઓફર કરી હતી. મળવા બોલાવવામાં આવી હતી.

Loading...

મહિલાએ મોડીરાત્રે વાહન 3.15 વાગ્યે રમણજી બાઇક લઇને ત્યાં પહોંચ્યા. યુવતીએ તેના મિત્રના ઘરે જવાનું કહી મોરબી રોડ પર એક મહિલા અતિથિ દેવ ભાવ હોટલ પાસે પહોંચી હતી અને પેશાબ કરવા બાઇક પાર્ક કરી હતી. તે પેશાબ કરવા થોડે દૂર ગઈ અને થોડીવારમાં જ ત્રણ વ્યક્તિઓ દોડી આવી.અને કહ્યું તું મારી બહેનને લઈને ક્યાં જાય છે ગાળો આપી મોટરસાઇકલ અને બે ફોન લૂંટી લીધા હતા.

જ્યારે અનીલ હમીર સરેસા અને દિલીપ ઉર્ફે દિલો લાખા ગોહેલ યુવકોને બાઇક વચ્ચે બેસાડી બેડી પાસે લઇ ગયો હતો અને રૂમમાં 2.50 લાખની માંગણી કરી હતી અને પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે અશ્વિન મહિલા સાથે ભાગી ગયો હતો. . હાલમાં પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જોકે, મનીષા નામની મહિલા સહિત બે વ્યક્તિ હજી ફરાર છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ યુવકને ગ્રીનલેન્ડ ક્રોસમાં લઈ ગયા હતા. રમણજીએ કહ્યું કે એટીએમ ખાતામાં કેટલાક પૈસા હશે અને તે બંને શખ્સો તેને ગ્રીનલેન્ડ ક્રોસિંગ તરફના પેટ્રોલ પમ્પ નજીક એટીએમમાં ​​લઇ ગયા. ત્યારે રમણજીને પૈસા ઉપાડવાની તક મળતાં જ તેમણે ત્યાં હાજર લોકોને ઘટનાની જાણ કરી. લોકો અનિલ હમીર સરસા અને જીગ્નેશ ઉર્ફે દિલીપ ઉર્ફે દિલો લાખાભાઇ ગોહેલ પાસે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી પોલીસ રિમાન્ડની માંગ કરી છે.

Read More