સૌરાષ્ટ્રમાં ‘રેડ અલર્ટ,ગોંડલ 6 ઇંચ વરસાદથી જળબંબાકાર

gondalvarsad
gondalvarsad

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગત રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટમાં બપોર સુધી 10.5 ઇંચ વરસાદ નોંધાયો છે હાલમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે, જિલ્લાના 25 માંથી 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જ્યાં સિઝનનો 45% વરસાદ પડી ગયો છે અને હજુ પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

આજે સવારથી રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ વરસાદ શરૂ કર્યો છે. ત્યારે સમગ્ર જિલ્લામાં બપોરે મેઘમહેર જોવા મળી છે.ત્યારે ક્યાંક ધીરે ધીરે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગોંડલના વસાવડ ગામે 6 ઇંચ વરસાદ અને વાવાઝોડા સાથે નદીમાં ઘોડાપુર આવ્યું હતું. વસાવડી નદીના પુલ પરથી પાણી વહી રહ્યું છે. ત્યારે જામવાડી ગામમાં એક મકાન પર વીજળી પડી છે. જોકે કોઈ જાનહાની થઈ નથી. આ ઉપરાંત શહેરના અંડર બ્રિજ પર પાણી ભરાયા હતા. પરિણામે ખોડિયાર નગરના વોકલામાં આખી કાર ફસાઈ ગઈ હતી.

ગોંડલમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ અને અન્ય જિલ્લાઓમાં સવારથી વરસાદી વાતાવરણ પ્રવર્તે છે. દેરાડીકુંભાજી, મેટા ખંભાળિયા, કેશવાલા, મોવિયા, શ્રીનાથગ,, વસાવડ સહિત ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે.

Read More