ખેડૂતોની જીદ સામે મોદી સરકાર ઝુકી, 14 મહિના પછી ત્રણેય કૃષિ કાયદા પરત લેશે

Modi coronavirus speech

17 સપ્ટેમ્બર, 2020 ના રોજ લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારેબાદ રાષ્ટ્રપતિએ 27 સપ્ટેમ્બરે ત્રણ કાયદાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી ખેડૂતોના અનેક સંગઠનોએ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું. ત્યારે છેલ્લા એક વર્ષથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર ધરણા કરી રહ્યા હતા. ત્યારે આજે પ્રકાશ પર્વ પર પ્રધાનમંત્રી મોદીનું સંબોધન સવારે 9 વાગ્યે શરૂ થયું હતું.

Loading...

છેલ્લા એક વર્ષથી ખેડૂતોના આંદોલનનું કારણ બનેલા ત્રણેય નવા કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પાછા લેવાનો નિર્ણય કર્યો છે.ત્યારે વડાપ્રધાન મોદીએ શુક્રવારે દેશને સંબોધનમાં આ મોટી જાહેરાત કરી છે ત્યારે પોતાના 18 મિનિટના સંબોધનમાં મોદીએ જણાવ્યું કે સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી પણ અમે ખેડૂતોને આ સમજાવી શક્યા નથી.

પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોની સ્થિતિ સુધારવાના આ મહા અભિયાનમાં દેશમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. ઉદ્દેશ્ય એ હતો કે દેશના ખેડૂતો, ખાસ કરીને નાના ખેડૂતોને વધુ બળ મળવું જોઈએ, તેમને તેમની ઉપજના યોગ્ય ભાવ અને ઉત્પાદન વેચવાના વધુને વધુ વિકલ્પો મળવા જોઈએ. વર્ષોથી દેશના ખેડૂતો, દેશના કૃષિ નિષ્ણાતો, દેશના ખેડૂત સંગઠનો સતત આ માંગ કરી રહ્યા હતા. અગાઉ પણ ઘણી સરકારોએ આ અંગે વિચારણા કરી હતી. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ, મંથન થયું અને આ કાયદા લાવવામાં આવ્યા.

Read More