નિયમો ખાલી જનતા માટે ? BJPના નેતાઓએ નિયમોને નેવે મુકી યોજી રેલી

bjpreli
bjpreli

એક તરફ કોરોના ના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ રેલી યોજી રહ્યા છે. દિવાળી પછી કોરોના કેસોમાં સતત વધારો થયો છે, જેને પગલે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યુ લાગુ કરાયો છે. જ્યારે એક ભાજપના ધારાસભ્યનો સત્કાર સમરહ યોજાયું હતું. માંડવીના કરંજ ગામની એક શાળામાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા.

Loading...

આત્મરામ પરમાર અને કેબિનેટ મંત્રી ગણપત વસાવા માંડવીના કરંજ ગામની એક સ્કૂલમાંથી ખુલ્લી જીપમાં રેલી નીકળી હતી. જેમાં ભાજપના કાર્યકરો સામેલ થયા હતા. ફટાકડા સાથે ડીજે સાથે રેલીમાં મર્યાદિત લોકો હતા પરંતુ સામાજિક અંતરના નામે શૂન્ય હતું. તેમજ મોટાભાગના લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધારાસભ્ય આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સ્વાગત માટે રેલી યોજી હતી. ખુલ્લી જીપ ગાડીમાં ડી.જે.ના સાથે રેલી કાઢવામાં આવી હતી. જેમાં જાહેરમાં માસ્ક અને સામાજિક અંતરના લિરા ઉડતા હતા. તે સિવાય સ્વાગત કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઢડા બેઠક પરથી વિજેતા બનેલા આત્મારામ પરમારના વતનમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.

Read More