ખોડલધામના નરેશ પટેલે પણ શોક વ્યક્ત કર્યો હતો અને ખબર પડી છે કે, આગામી રવિવારે ખોડલધામથી જેતલસર સુધી ન્યાય માટેની પદયાત્રા યોજવામાં આવશે. જેતલસરની સ-ગીરાના ખૂ-નીને કડક સજા આપવાની જાહેર માંગ વધી રહી છે. ત્યારે આ કેસને મજબુત કરવા માટે રાજકોટ રૂરલ પોલીસ પણ પ્રયાસ કરી રહી છે. સરકારના આદેશ બાદ જિલ્લા પોલીસ વડા બલરામ મીનાની દેખરેખ હેઠળ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
જેતલસરની સુષ્ટિના કેસના પડઘા રાજ્યભરમાં પડ્યા છે ત્યારે રાજકીય નેતાઓનો ગામમાં ધસારો વધી ગયો છે. ત્યારે આ ઘટના બાદ જેતલસર ગામમાં હજી ભયનું વાતાવરણ છે. લોકોમાં હજી ડર છે. ત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેમ છતાં લોકો કહે છે કે કેસ ઝડપથી પૂર્ણ થાય તો જ અમને ન્યાયમાં વિશ્વાસ થશે. આ અંગે ગામના પૂર્વ સરપંચ મહેશભાઇ રૈયાણી જણાવે છે કે આરોપી ભલે એકલો હતો, પરંતુ તેના મદગારો હજી ગામમાં ફરતા હોય છે, તેથી લોકો ભયની આડમાં રહે છે. ગામના ઇતિહાસમાં પહેલીવખત આ પ્રકારની ઘટના બની છે. ત્યારે જ પોલીસ અમારી સાથે સહયોગ કરે છે. રવિવારે ખોડલધામથી જેતલસર સુધી પાટીદારોની શોભાયાત્રા નીકાળવામાં આવશે.
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીનાએ જણાવ્યું હતું કે, આરોપી જયેશ ગિરધરભાઇ સરવૈયાના પાંચ દિવસના રિમાન્ડ સમાપ્ત થતાં આરોપીને આજે કોર્ટમાં રજુ કરાશે અને ફરી રિમાન્ડ માંગવામાં આવશે. આ ઉપરાંત આ કેસની ઉડાણપૂર્વક તપાસ કરવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે અને તપાસ સ્થાનિક પોલીસથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ અજયસિંહ ગોહિલને સોંપવામાં આવી છે.
Read More
- સોનાના ભાવ આસમાને પહોંચ્યા,જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- કાકી ભત્રીજાના પ્રેમમાં પાગલ બની, શ-રીર સ-બંધ બાંધવા માટે કર્યું આવું ગંદું કામ, સૌ આશ્ચર્યચકિત થઈ ગયા-
- ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ… આ તારીખે વિદાય લેશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
- પિતૃપક્ષ દરમિયાન મહિલાઓએ અવશ્ય 5 વસ્તુઓનું દાન કરવું જોઈએ, નારાજ પિતૃઓ ખુશ થશે અને તમને ધનવાન બનાવશે.
- જાણો કેવી રીતે પિતૃઓ સુધી પહોંચે છે શ્રાદ્ધ નું ભોજન, આ રીતે મળે છે પિતૃઓના આશીર્વાદ