વડોદરામાં ઘર આંગણે રમી રહેલા દોઢ વર્ષના બાળક પર પીકઅપ વાન ફરી વળતા મોત

vadodarasad
vadodarasad

વડોદરાના લક્ષ્મીનગરમાં 2.5 વર્ષનો એક છોકરો તેના ઘરના આંગળામાં રમી રહ્યો હતો ત્યારે બોલેરો પિકપવાન ફરીવળતા મોત થયું હતું કરાઈ હતી. જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ પીકઅપ વાનમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ ચાલુ છે.

વડોદરાના લક્ષ્મીનગરમાં મરઘાં ફાર્મની બોલેરો પીકઅપ વાનએ અહમદ હસીમ નામના 2.5 વર્ષના છોકરાને ટક્કર મારી હતી. જેમાં બાળકનું મોત નીપજ્યું હતું. જોકે, પીકઅપ વાનનો ચાલક વાન છોડીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જેને પગલે સ્થાનિકોમાં ભારે હોબાળો મચી ગયો હતો અને રોષે ભરાયેલા લોકોએ પીકઅપ વાનની તોડફોડ કરી હતી. જેને પગલે બાપોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

મૃતકના કાકા આસિફ અલીએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો ઘરના આંગળામાં રમી રહ્યો હતો ત્યારે પીકઅપ ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. કાર પણ બ્રેક કરી ન હતી અને મારા ભત્રીજા ઉપર ફેરવી દીધી હતી. અમને ફક્ત ન્યાય જોઈએ છે, બીજું કંઈ નહીં.

Read More