ગોંડલ યાર્ડમાં 1.5 લાખ ગુણી મગફળી ની આવક : એક મણના 725 થી 1061 બોલાયા

magfali
magfali

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં જે અગ્રણી માનવામાં આવે છે,એવું ગોંડલ માર્કેટયાર્ડ ગઈકાલે મગફળીની આવકથી ભાઈ ગયું હતું. ત્યારે આવક બે લાખ ગુણી હતી. મગફળીનું ઉત્પાદન પણ સારું રહ્યું છે. હજી પણ સતત આવક થવાની સંભાવના છે.,જામનગર સહીત સૌરાષ્ટ્રભરમાં થી મગફળી ગોંડલ યાર્ડમાં ઠલવાઇ રહીછે.ભારે ધસારાને કારણે યાર્ડ દ્વારા આવક બંધ કરાઇ હતી.આજે જાડી મગફળી નાં 20 કિલો નાં ભાવ રૂ.૭૨૫ થી રૂ.૧૦૫૧ તથાં જીણી મગફળી નાં રૂ.૭૨૫ થી રૂ.૧૦૬૧ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

Loading...

ઉપલેટા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે વજન ઓછું થયું હોવાથી ખેડૂતોની મગફળીને રિજેક્ટ કરવામાં આવી છે અને સરકાર દ્વારા મોકલેલી બેગ નાની હોય છે અને તેમાં 30 કિલો મગફળીનો સમાવેશ થતો નથી.મગફળી સમાતી ન હોવાને લઇને ખેડૂતોની મગફળી રિજેકટ કરવામાં આવે છે.

Read More