મોંઘવારી સાતમા આસમાને : સિંગતેલ-કપાસિયામાં રૂ.25નો વધારો, પામોલીનમાં રૂ.10 વધ્યા

singtel
singtel

દેશમાં પેટ્રોલ ડીઝલ ,દૂધ બાદ સામાન્ય દિવસે લોકોને મોંઘું તેલ ખરીદવું પડી રહ્યું છે.ત્યારે તહેવાર નજીક આવતા ભાવ વધતાં લોકોને પડયા પર પાટુ જેવી સ્થિતિ છે. તેલમાં રાષ્ટ્રીય બજારમાં તેજી જોવા મળી રહી છે કારણ કે સૌરાષ્ટ્રનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર જન્માષ્ટમી નજીક આવી રહ્યો છે. ત્યારે તબક્કાવાર કિંમતો પણ વધી રહી છે.

Loading...

બજારમાં કપાસની આવક ઓછી થઇ રહી છે.ત્યારે માંગ પ્રમાણે કાચો માલ આવતો નથી. સટોડિયાઓ તેનો લાભ લેવાની તક ગુમાવતા નથી. ત્યારે બજારમાં માલની કૃત્રિમ અછતને કારણે માંગ પ્રમાણે માલની સપ્લાય નહીં થવાને કારણે ભાવ વધી રહ્યા છે. કપાસિયા તેલ 15 દિવસમાં બીજી વખત વધ્યું છે. નિષ્ણાંતોના મતે સિંગ તેલ અને ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થશે.

વરસાદ ખેંચાતા કાચા માલની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. તે પ્રમાણે બજારમાં માલ ઉપલબ્ધ નથી. હોર્ડર્સ આ તકનો લાભ લઈ રહ્યા છે. હવે બજારોમાં તહેવારની પહેલા ખાદ્યતેલમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે સોમવારે શરૂઆતી કારોબારમાં સિંગતેલ રૂ .25 અને ખાદ્યતેલ રૂ .25 વધ્યો હતો. ભાવવધારાને કારણે સિંગતેલનો એક ડબ્બો રૂ. 2400 ની સપાટી વટાવી દીધી છે. જ્યારે કપાસિયા તેલનો કેન રૂ .2300 ને પાર કરી ગયો. મુખ્ય તેલની સાથે પામ તેલ પણ વધી રહ્યું હતું.

Read More