વીરપુર સંત જલારામબાપા મંદિરમાં એક રૂપિયાનું દાન લીધા વગર અખૂટ સદાવ્રત ચાલે છે,જાણો તેની અજાણી વાતો

jalarambapa
jalarambapa

રાજકોટથી આશરે 52 કિમી દૂર આવેલું અબે ખોડલધામથી નજીક આવેલ વિરપુર ગામ છે તે સમગ્ર દુનિયામાં વિશ્વવિખ્યાત છે. ત્યારે વિરપુર જલારામબાપાની ખ્યાતિ છે.ત્યારે દર વર્ષે લાખો ભક્તો જલારામ બાપાના દર્શન કરવા આવે છે.સાથે જલારામ બાપાના મંદિર અને જલારામ બાપાના જીવન વિશે કેટલીક એવી અજાનની વાતો છે જે તેમના ભક્તો જાણતા નહિ હોય.

Loading...

જલારામ બાપાનો જન્મ દિવાળીના એક સપ્તાહ બાદ 4 નવેમ્બર 1856 ના રોજ વીરપુરમાં થયો હતો. જલાલરામ બાપા ભગવાન શ્રીરામના ભક્ત હતા ત્યારે તેમણે તેમનું આખું જીવન લોકોની સેવામાં સમર્પિત કર્યું હતું.ત્યારે તેનો જન્મ લોહાણા પરિવારમાં થયો હતો ત્યારે પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું.

સાથે જલારામ બાપાનું સાંસારિક જીવન જીવવામાં પહેલેથી જ રસ નહોતો. ત્યારે તે બાળપણથી જ ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ, સાધુઓ અને સંતોની સેવામાં રોકાયેલા રહેતા હતા.ત્યારે તેમણે પોતાના પિતાના ધંધાથી પોતાને અલગ કર્યા અને કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમના પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા માટે જગ્યા આપી.

બાપાએ 16 વર્ષની ઉંમરે વિરબાઈ સાથે લગ્ન કર્યા હતા. તેની 18 વર્ષની ઉંમરે, હિન્દુઓના પવિત્ર તીર્થ સ્થળોની મુલાકાત લીધા પછી, બાપા ભોજા ભગતના શિષ્ય બન્યા. ત્યારે ભગતે બાપાને શિષ્ય તરીકે સ્વીકાર્યા અને તેમને ગુરુ મંત્ર અને જપ માલા પણ આપ્યા. સાથે ગુરુના આશીર્વાદથી બાપાએ સદાવ્રત શરૂ કર્યું ત્યાં કોઈપણ સાધુ, સંત અને જરૂરિયાતમંદ વ્યક્તિ આવે છે અને ગમે ત્યારે ભોજન કરી શકે. ત્યારે આજે પણ વિરપુરના જલારામ મંદિરમાં ભક્તોને મફત ભોજન આપવાની પરંપરા ચાલુ છે. તેના અંદાજે 100 વર્ષ થયા છે

માન્યતા પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી એક વખત જૂનાગઢથી આવ્યા હતા અને વિરપુરમાં રોકાયા હતા. ત્યારે જલારામ બાપાએ તેમની એટલી સારી સેવા કરી કે સ્વામી તેમના પર પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે તેમની ખ્યાતિ દેશ -વિદેશમાં ફેલાશે અને વિરપુર એક મહાન તીર્થ સ્થળ બનશે.ત્યારે જલારામ બાપાની ખ્યાતિ ભગવાનના અવતાર તરીકે ફેલાવા લાગી. ત્યારે જલારામ બાપા જા-તિ, ધર્મ પૂછ્યા વિના વીરપુરમાં આવતા દરેકને ભોજન કરાવતા હતા. આ પ્રથા આજે પણ વિરપુરમાં ચાલી રહી છે.

એક દિવસ એક સાધુએ જલારામ બાપાને રામજીની પ્રતિમા આપી અને જણાવ્યું કે થોડા દિવસોમાં હનુમાનજી દર્શન આપશે. ત્યારે જલારામ બાપાએ પોતાના ઘરમાં રામજીની પ્રતિમા સ્થાપિત કરી અને થોડા જ દિવસોમાં હનુમાનજી જમીન પરથી દેખાયા. સીતામાતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ તેમની સાથે પ્રગટ થઈ. એવું માનવામાં આવે છે કે જલારામ બાપાના ઘરમાં અનાજ મૂકવાની જગ્યા પર થયેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય ખતમ થતું નથી. તે અવિનાશી બની ગયો છે. આ ચમત્કાર બાદ ગામના અન્ય ઘણા લોકો જલારામ બાપાની સાથે મળીને લોકોની સેવાના કાર્યમાં જોડાયા.

Loading...

એવું કહેવાય છે કે એકવાર ભગવાન એક સંત તરીકે જલારામ બાપાને મળ્યા અને તેમને તેમની સેવા માટે વીરબાઈને મોકલવાનું કહ્યું. ત્યારે જલારામ બાપાએ તેની પત્નીની પરવાનગી મેળવી અને તેને સાધુ સાથે જવાનું કહ્યું. થોડી વાર ચાલ્યા પછી સંત વીરબાઈએ તેમને રાહ જોવાનું કહ્યું. તે ઘણી વખત રાહ જોઈ પણ સંત દેખાય ન હતા. તેના બદલે આકાશવાણી આવી કે તે તેમની આતિથ્યની કસોટી છે. અદ્રશ્ય થયા પહેલા સંતે દંડ અને જોલી આપી. વીરબાઈએ જલારામ બાપાને આખી વાર્તા કહી અને તેમને દંડ અને એક જોળી આપી. તે હજી પણ વિરપુરના જલારામ મંદિરમાં પ્રદર્શિત છે.

Read More