હાર્દિક પટેલ “AAP” જોડાશે ? શું કોંગ્રસથી નારાજ ચાલી રહ્યા છે? જાણો વિગતે

hardikpatel
hardikpatel

Hardik Patelના ખાસ માનવામાં આવતા નિખિલ સવાણીએ થોડા દિવસો પહેલા કોંગ્રેસ છોડીને ઝાડુ પકડ્યું છે. ત્યારબાદથી હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે તેવા સમાચાર વહેતા થયા છે. ફરી એકવાર કોંગ્રેસના કાર્યક્રમમાં હાર્દિક પટેલની ગેરહાજરી સામે આવી છે. અને ફરી એકવાર હાર્દિક પટેલ કોંગ્રેસમાં નારાજગીના સંકેતો બતાવી મળી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યક્રમોમાં હાર્દિક પટેલની સતત ગેરહાજરી જોવા મળી રહી છે. ત્યારે કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ છેલ્લા અમુક કોંગ્રેસના કાર્યક્રમો અને સભાઓમાં ગેરહાજર રહ્યા હતા. ત્યારે આજે યોજાયેલા રાજ ભવન કાર્યક્રમમાં ભાગ ન લેવાએ ફરી એકવાર અનેક દલીલો ઉભી કરી છે. ત્યારે આ અગાઉ પણ હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસના કાર્યક્રમમાં હાર્દિક પટેલની ગેરહાજરી અંગે ટિપ્પણી કરતાં અમિત ચાવડાએ જણાવ્યું કે રાજકીય પક્ષોમાં જુદા જુદા નેતાઓની જવાબદારીઓ હોય છે. ત્યારે પાછલા કાર્યક્રમના કારણે નેતાઓ હાજર રહેશે નહીં. નેતાઓ વિવિધ ઝોનમાં પાર્ટીના કાર્યક્રમમાં રોકાયેલા હોઈ છે.

હાર્દિક પટેલ અગાઉ પણ અનેક વખત કોંગ્રેસના કાર્યક્રમોમાં ભાગ લીધો નથી. હાર્દિક પટેલની ગેરહાજરી 2 રાજ્યપાલની મુલાકાત અને જન ચેતના કાર્યક્રમમાં પણ જોવા મળી હતી. હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યાલયમાં આવ્યો હોવાનો એકેય મામલો બન્યો નથી, તેમ છતાં તે બીજા કોઈ માટે કામ કરી રહ્યો છે.

Read More