ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ! 1 રૂપિયો પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે ગરીબોની કસ્તુરી!

oniangondal
oniangondal

ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ડુંગળીના બજાર ભાવ નીચા જતા ખેડૂતો આજે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો કહી રહ્યા છે કે તેમને ડુંગળીના ઉત્પાદનની અડધી કિંમત પણ મળતી નથી.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ તાલુકાના વધાવી ગામના ખેડૂતે 4 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું અને ત્રણ મહિના સુધી મહેનત કરવા છતાં બજાર ભાવ નીચા આવતાં ભારે નુકસાન વેઠવું પડે છે. માત્ર 35 થી 40 હજાર આવવાની શક્યતા છે.

માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 20 થી 100 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ રહી છે તેવા સમયે યાર્ડના વેપારીઓના મતે ડુંગળી ખૂબ સારી હોય તો 100 રૂપિયા સુધી વેચાઈ રહી છે.

ડુંગળીની કિંમત અડધી છે. બિયારણ ખાતર માટે પાણી, મજૂરી અને યાર્ડનો ખર્ચ પણ વધી ગયો છે. ત્યારે વધાવી ગામના અનેક ખેડૂતોએ 200 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, જેમાં તેઓને પૂરતા ભાવ ન મળતા સરકાર કાંદા માટે ટેકાના ભાવની જાહેરાત કરે તેવી માંગ કરી રહ્યા છે.

Read More