લોકોને તહેવારમાં ફરસાણ બનવું મોંઘું પડશે : તેલમાં રૂ.190નો વધારો, તેલનો ડબ્બો 2400ને પાર

singtel 1
singtel 1

લોકોએ તહેવાર દરમિયાન મોંઘુ તેલ ખરીદવું પડશે.કારણકે તેલની સંગ્રહખોરીને લીધે સોમવારે પામતેલનો ભાવ રૂ .2000 ઉછળીને 2,010 પર પહોંચી ગયો છે. ત્યારે સીંગતેલની કિંમત જે 1 જુલાઈના રોજ 2,370 રૂપિયા હતી, તે હવે રૂ .2,490 થઇ છે. જ્યારે કપાસિયા તેલના કેનની કિંમત રૂ .2250 થી વધીને 2440 થઈ ગઈ છે. પામતેલનો ભાવ રૂ. 1965 26 દિવસ પહેલાં, હવે 2010 થઇ ગયો છે. મુખ્ય તેલની સાથે સાઇડ ઓઇલની કિંમતમાં પણ વધારો થયો છે.

એક તરફ લોકો કોરોનામાં આર્થિક મંદીમાં છે ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલ શાકભાજીથી લઈને તેલ સુધીની આવશ્યક ચીજવસ્તુઓના મોંઘી થઇ છે. ત્યારે આ ભાવ વધારો લોકો માટે અસહ્ય બની ગયો છે. સામાન્ય અને મધ્યમ વર્ગના કુટુંબ છે. તહેવારની મોસમ નજીક આવી રહી છે.ત્યારે તેલ વેપારીઓ, ફરસાણના વેપારીઓએ ખરીદી શરૂ કરી દીધી છે. પરિણામે, તેલના ભાવ 27 દિવસમાં 190 રૂપિયા સુધી આવી ગયા છે.

Read More