જયેશ રાદડિયાનું પત્તુ કાપી ભાનુબેન બાબરિયાને મંત્રી બનાવતા અનેક તર્ક વિતર્ક,જીતુ વાઘાણી સહિત 10 મંત્રીઓના પત્તા કપાયા

radadiya1
radadiya1

ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આજે ગાંધીનગરમાં યોજાયેલા શપથ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. તેમની સાથે કુલ 16 મંત્રીઓએ પણ શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

આ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી
ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં કેબિનેટમાં સામેલ 10 લોકોને નવી કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. જેમાં સૌથી મોટું નામ જીતુ વાઘાણીનું છે. આ સિવાય સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનો મોરડિયાને પણ તક મળી નથી. ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં મહિલા મંત્રી તરીકે સમાવિષ્ટ મનીષા વકીલ, નિમિષા સુથારને પણ તક મળી નથી. આ ઉપરાંત અર્જુનસિંહ ચૌહાણ, કિરીટસિંહ રાણા, જીતુ ચૌધરી, ગજેન્દ્રસિંહ પરમારને પણ તક મળી નથી.

ભૂપેન્દ્ર પટેલની પ્રથમ કેબિનેટના 10 મંત્રીઓ કપાયા
જીતુ વાઘાણી
પૂર્ણેશ મોદી
કિરીટસિંહ રાણા
અર્જુનસિંહ ચૌહાણ
જીતુ ચૌધરી
મનીષા વકીલ
નિમિષા સુથાર
ગજેન્દ્રસિંહ પરમાર
વિનુ મોરડીયા
દેવું મિલકત

Read More