કાઠિયાવાડી ‘મેથી પકોડા કઢી’, આ રીતે ઘરે બનાવો ,આંગળા ચાટતા રહી જશે બધા

સામગ્રી : અડધો કપ મેથીના પાન, પા કપ દહીં, પોણો કપ ચણાનો લોટ, એક ચપટી બેકિંગ સોડા, મીઠુ સ્વાદાનુસાર
તેલ તળવા માટે

Loading...

કઢી માટે : એક કપ દહીં, બે ચમચા ચણાનો લોટ, પા ચમચી જીરૂં, ચાર-પાંચ મીઠા લીમડાના પાન, બે લીલા મરચાં
એક ડુંગળી, પા ચમચી હળદર, એક ચપટી હિંગ, એક ચમચો તેલ, મીઠુ સ્વાદાનુસાર

રીત : સૌ પ્રથમ મેથીને પાનને ધોઈને સાફ કરી લો. ત્યારબાદ તેને ઝીણા કટ કરી લો. હવે એક મોટા બાઉલમાં પકોડા માટેની બધી જ સામગ્રી લઈને બરાબર મિક્સ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા પકોડાના મિશ્રણમાંથી નાના-નાના ગોળ ભજીયા બનાવીને તળી લો. ધીમા તાપે પકોડાને લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે ફ્રાય કરો. તો તૈયાર છે કઢી માટેના પકોડા.

હવે કઢી માટે દહીંને એક વાસણમાં લઈને બરાબર વલોવી લો. પછી તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. કોઈ પણ પ્રકારના ગઠ્ઠા ના રહી જાય એ રીતે બરાબર વલોવી લો. હવે તેમાં હળદર, મીઠુ, હિંગ અને એક કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ડુંગળીની પાતળી લાંબી સ્લાઈસ કરી લો. અને લીલા મરચાંને લાંબા સમારી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં મીઠો લીમડો ઉમેરીને સાંતળો. અડધી મિનિટ માટે સાંતળ્યા બાદ તેમાં ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં દહીં અને ચણાના લોટવાળું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે પંદર થી વીસ મિનિટ માટે ચઢવા દો. વચ્ચેવચ્ચે હલાવતા રહો. બસ કઢી તૈયાર છે. હવે જ્યારે પણ તેને સર્વ કરવાની હોય ત્યારે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢીને તેમાં તૈયાર કરેલા પકોડા ઉમેરીને સર્વ કરો. છેલ્લે ઉપર કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Read More