સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્તોની વ્હારે ખજુરભાઈ, લોકોને ઘર બનાવવામાં મદદ કરશે

nitinjani
nitinjani

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો હતો ત્યારે ઉપલેટા અને ધોરાજી પંથકમાં વરસાદને પગલે ઉપલેટા ખાતે આવેલી મોજ નદી ગાંડીતુર બની ત્યારે નદીના કાંઠે રહેતા લોકોના મકાનોને નુકસાન થયું હતું.ત્યારે આજે સાંજે નીતિન જાની, જેને ખજુર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેમની ટીમ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પહોંચી અને વરસાદથી અસરગ્રસ્ત નદી કિનારાના પરિવારોની મુલાકાત લીધી.

નીતિન જાની એટલે કે ખજૂર ભાઈએ વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં જાહેર સેવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવ્યા હતા. ઉપલેટા ખાતે મોજ નદી કિનારે રહેતા લોકોને મદદ કરવા આગળ આવ્યા. લોકો ઘરો બનાવવામાં આગળ આવ્યા છે.

નીતિન જાનીએ જણાવ્યું હતું કે, “કોઈપણ કુદરતી આફતના કિસ્સામાં, પીવાના પાણીથી લઈને રાશન સુધી, ખાદ્ય કીટ ઉપલબ્ધ છે ત્યારે લોકોએ હજુ પણ લોકો પાસે છત નથી તેથી અમે આજે ટીમ સાથે મોજ નદી કિનારે આવ્યા છીએ.” અહીં પણ લોકોની એક જ માંગ છે કે જો તેમની પાસે રહેવા માટે ઘર ન હોય તો અમારી ટીમ તેમને તાત્કાલિક અસરથી રહેવા માટે સુવિધા આપશે. જેમાં ઘર બનાવવામાં આવશે

સૌરાષ્ટ્રમાં તાઉ તે વાવાઝોડા દરમિયાન પણ ખજુર અને તેની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી અને લોકોની સેવા કરવા અને લોકોને સાચી સેવા રાત-દિવસ મહેનત કરી હતી.

Read More