Kiaએ તેની ઇલેક્ટ્રિક કાર EV6 માં ફોટા આવ્યા સામે,જોઈને તમે કહેશો કે શું કાર છે!

kia
kia

કિયા EV6 ઇલેક્રીક કારના ફોટા સામે આવ્યા છે ત્યારેદક્ષિણ કોરિયન કાર બનાવતી કિયા મોટર્સ ભારતમાં પગ જમાવી રહી છે.ત્યારે કિયા મોટર્સ હવે ઇલેક્ટ્રિક કાર પર દાવ લગાવી રહી છે.ત્યારે કિયાએ પહેલી વખત તેની આગામી ઇલેક્ટ્રિક કાર કિયા ઈવી 6 ના ફોટા રજૂ કર્યા છે. આ તસવીરોમાં પ્રથમ વખત, કિયા ઇવી 6 બાહ્ય અને આંતરિક સ્પષ્ટ જોઇ શકાય છે.

Loading...

કિયા ઈવી 6ની ફોટાઓ સામે આવ્યા બાદ તેના લોન્ચિંગ અંગે પણ અટકળો થઈ રહી છે. મેગા ઓનલાઇન ઇવેન્ટ દરમિયાન તેનું વર્લ્ડ પ્રીમિયર પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. નવી કિયા ઇવી 6 એ ઇલેક્ટ્રિક વાહન કાર છે, જે કંપનીના નવા ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (ઇ-જીએમપી) પર ડિઝાઇન કરવામાં આવી છે.

કંપનીએ તેને ક્રોસઓવર લુક આપ્યો છે, જે તેને એકદમ આકર્ષક બનાવે છે. કંપનીએ તેને એક આકર્ષક ડિઝાઇન અને રશીશ વિન્ડસ્કીન આપી છે. ત્યારે આ સિવાય કારના પાછળના ભાગમાં આપવામાં આવતી એલઇડી લાઇટ્સ આ કારની સુંદરતાને વધુ સારી બનાવે છે.કિયા ઈવી 6 ને તેની પોતાની પેટન્ટની નાક ગ્રિલ, સ્લીક ડે ટાઇમ રનીંગ લાઇટ્સ (ડીઆરએલ) અને આકર્ષક હેડલેમ્પ્સ આપ્યા છે. પહેલાના ભાગમાં, કંપનીએ સી-પીલર સાથે એરોડાયનેમિક સ્પોર્ટી આપ્યો છે.

તેની સૌથી મોટી સુવિધા તેની લાંબી પહોળી ઓડિઓ વિઝ્યુઅલ નેવિગેશન સિસ્ટમ છે. આ સિસ્ટમ સ્ટીઅરિંગ વ્હીલ દ્વારા સમગ્ર સેન્ટર ડેશબોર્ડ સુધી વિસ્તરે છે. આ આખું એકમ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નેવિગેશન જેવી વિગતો દર્શાવે છે. આ સિવાય તેમાં પેસેન્જર કંટ્રોલ એચવીએસી (હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ) સેટિંગ્સ આપવામાં આવી છે.

Read More