સમગ્ર લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક એવા ખોડલધામ ખાતે રાજકોટના સ્વ.દામજીભાઈ કોરાટની યાદમાં કોરાટ પરિવાર દ્વારા મા ખોડલને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો છેરાજકોટમાં રહેતા કૌશિકભાઈ દામજીભાઈ કોરાટે આજે ખોડલધામ ખાતે ધ્વજારોહણ કર્યા બાદ પરિવારે માતાજીને 5 તોલા સોનાનો હાર અર્પણ કર્યો છે. ત્યારે સહ પરિવારે ધ્વજ માતાજીને ચડાવ્યો છે. માતાજીનો વાઘા પણ અર્પણ કરવામાં આવ્યા છે.
સોનાનો હાર આપનાર પ્રવીણાબેન શિયાણીએ જણાવ્યું હતું કે, મારા પિતાનું થોડા સમય પહેલા નિધન થયું હતું. ત્યારે મા ખોડલને તેમની યાદમાં પાંચ તોલા સોનાનો હાર અને ધ્વજ અર્પણ કરવામાં આવ્યો છે. ત્યારે અમને મા ખોડલમાં પૂરો વિશ્વાસ છે. હરેશભાઈ નામના પરિવારના સભ્યએ કહ્યું કે, દામજીભાઈ મારા મામાજી હતા. તે ઇચ્છતા હતા કે હું ધ્વજારોહણ કરું. પરંતુ તેમના નિધન બાદ તેમની ઈચ્છા પૂરી કરવા માટે આજે સોનાનો હાર અને ધ્વજારોહણ આવ્યો છે.
મંદિર પર ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો. સ્વ.દમજીભાઈ કોરાટના પરિવારે જણાવ્યું હતું કે કોરાટ પરિવારને મા ખોડિયાર માતાજીમાં અખૂટ શ્રદ્ધા છે અને સ્વર્ગસ્થ દામજીભાઈની એક ઈચ્છા ખોડલધામમાં માં ખોડલને પાંચ તોલા સોનાનું દાન આપવાની હતી.ત્યારે તેમની ઇચ્છા મુજબ, મા ખોડલ માતાજીને તેમના પરિવાર દ્વારા પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો.
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે