MG મોટર્સની આ કાર એકવાર ચાર્જિંગ કર્યા પછી 400 કિ.મી.થી વધુ ચાલશે,નવા વર્જનમાં થઇ લોન્ચ

mgmoters
mgmoters

એમજી મોટરએ પોતાનાભાગીદારો સાથે દેશભરમાં ચાર્જિંગ ઇકોસિસ્ટમનો વિસ્તાર કર્યો છે. ત્યારે આ સાથે હવે ઝેડએસ ઈવી 2021નું બુકીંગ 31 શહેરોમાં કરાવી શકાશે.પણ આ કાર જાન્યુઆરી 2020 માં 5 શહેરોમાં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારબાદ ધીરે ધીરે અલગ અલગ શેરોમાં મળે છે. કંપનીનો દાવો છે કે ગ્રાહકોની સુવિધા માટે, અમે ઇકોસિસ્ટમ પાર્ટનર્સ સાથે દેશભરમાં એક મજબૂત ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ. ત્યારે કિંમતની વાત કરીએ તો, કંપનીએ નવી ઝેડએસ ઇવી 2021 પ્રારંભિક કિંમત 20.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) પર લોન્ચ કરી છે.

Loading...

MG મોટર્સ ઇન્ડિયાએ બજારમાં નાની સાઈઝમાં ઇલેક્ટ્રિક એસયુવી ઝેડએસ ઇવીનું અપડેટ વર્ઝન લોન્ચ કર્યું છે.ત્યારે અપડેટ થયેલ એમજી ઝેડએસ ઇવી એઝાઇડ અને એક્સક્લૂઝિવ એમ બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે ત્યારે તે 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે 8.5 સેકંડમાં સ્પીડ પક્ષી શકે છે . આ સિવાય કંપનીનો દાવો છે કે શ્રેષ્ઠ ટેકનોલોજીની સાથે ડ્રાઇવિંગ દરમિયાન સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે.

કાર નિર્માતા એમજી મોટર્સ ટાટા નેક્સન ઇવી અને હ્યુન્ડાઇ કોના જેવા અન્ય ઇલેક્ટ્રિક એસયુવી કાર ઉત્પાદકોને સ્પર્ધા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ઝેડએસ ઇવીનું અપડેટ વર્ઝન શ્રેષ્ઠ 44.5 કિલો વોટની હાઇટેક બેટરીથી સજ્જ છે, ત્યારે તેની પ્રમાણિત શ્રેણી 419 કિ.મી. છે. આનો અર્થ છે કે તે એક જ ચાર્જ પર 419 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. એમજી ઝેડએસ ઇવી ગયા વર્ષે શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી

Read More