ધેર્યરાજની જેમ ગીર સોમનાથ અઢી માસના વિવાનને જરૂર છે રૂ.16 કરોડના ઇન્જેક્શનની, માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

sam1
sam1

ગીર સોમનાથના અલીદર ગામના વિવાન નામના બાળકને સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું છે. ત્યારે વિવાનના માતાપિતા 16 કરોડના ખર્ચે માટે લોકોની મદદ લઈ રહ્યા છે.આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના અલીદર ગામની છે. વિવાન નામનો અઢી મહિનાનો બાળક ગંભીર બીમારીથી પીડાઈ છે. વિવાનને એસએમએ (સ્પાઈન મક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારી છે.

કચ્છની ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવનારા અશોકભાઇ વાઢેળને તેમના એકમાત્ર પુત્રની ચિંતા છે. અશોકભાઇના જણાવ્યા પ્રમાણે બીમાર પડતાં અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને જૂનાગઢની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

તેનો રિપોર્ટ ચેન્નાઇ મોકલ્યા બાદ ખબર પડી કે વિવાનને SMA નામની બીમારીથી પીડિત છે. ધૈર્યરાજ જેવો રોગ વિવાનને પણ છે. વિવાનને એસએમએ નામની દુર્લભ બીમારીથી બચાવવા માટે તેને 16 કરોડનું ઈંજેક્શન આપવું પડશે. તેવું નિષ્ણાંતોએ કહ્યું છે.અશોક ભાઈ વાઢેળ જે ગીર સોમનાથના અલીદર ગામે રહે છે. અશોકભાઈ કચ્છની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અને 18 હજારનો પગાર છે.

Read More