નવું નાણાકીય વર્ષ 2021-22 સામાન્ય લોકો માટે રાહત આપી છે . ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ 1 એપ્રિલથી એટલે કે આજથી ભાવ ઘટવા જઇ રહ્યા છે. એલપીજી સિલિન્ડર 1 એપ્રિલ એટલે કે ગુરુવારે સસ્તી થશે.ત્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડએ બુધવારે સાંજે આ માહિતી આપી હતી. સરકારી તેલ અને ગેસ કંપનીઓએ પણ માર્ચમાં એલપીજીના ભાવમાં વધારો કર્યો હતો.
એલપીજી ગેસ સિલિન્ડરના માર્ચ મહિનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો, ઇન્ડેનના 14.2 કિલો નોન સબસિડીવાળા સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 819 રૂપિયા અને કોલકાતામાં 845.50 રૂપિયા, મુંબઇમાં 819 રૂપિયા અને ચેન્નઇમાં 835 રૂપિયા છે.ત્યારે ઇન્ડેનના 19 કિલો સિલિન્ડરની કિંમત માર્ચમાં 1614 રૂપિયા, કોલકાતામાં 1681.50 રૂપિયા, મુંબઇમાં 1563.50 રૂપિયા અને ચેન્નાઇમાં 1730.50 રૂપિયા છે.
આઇઓસીએલએ જણાવ્યું “જોકે, યુરોપ અને એશિયામાં કોવિડ -19 ના કેસોમાં વધારાની ચિંતા અને રસીના આડઅસરને લીધે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ નરમ થયા છે.
આઈઓસીએલે જણાવ્યું કે ઓઇલ કંપનીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં અનુક્રમે 60 પૈસા અને 61 પૈસાનો ઘટાડો કર્યો છે.ટાયરે આઈઓસીએલે જણાવ્યું હતું કે દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત સિલિન્ડર દીઠ રૂ .10 ઘટાડીને 819 રૂપિયા પ્રતિ સિલિન્ડર દીઠ રૂ. 809 કરવામાં આવી છે. ત્યારે નવો દર 1 એપ્રિલ, 2021 થી અમલમાં આવશે. ભાવમાં આ ઘટાડો અન્ય શહેરોમાં પણ થશે.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!