LPG ગેસ સબસિડીના પૈસા મળી રહ્યા છે કે નહીં? ફટાફટ કરો આ કામ, તમારા ખાતામાં પૈસા આવવાનું શરૂ થશે…

lpggas 2
lpggas 2

LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એપ્રિલ મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરમાં 10 રૂપિયાનો ઘટાડો થયો, આ નજીવા ઘટાડાથી સામાન્ય માણસને બહુ ફરક પડ્યો નથી.પણ તમને એલપીજી સબસિડી દ્વારા મોટી રાહત મળી શકે છે. ત્યારે સબસિડીના પૈસા સીધા ગ્રાહકોના ખાતામાં મોકલવામાં આવે છે. આ માટે, પહેલા તમારે તે જોવું પડશે કે તમે સબસિડી મેળવવાના હકદાર છો કે નહીં.

Loading...

જો તમે એલપીજી સબસિડી મેળવવાના હકદાર છો, તો તપાસ કરો કે તમને સબસિડી મળી રહી છે કે નહીં. જો તમને પૈસા મળી રહ્યા છે તો તમને તમારા બેંક ખાતામાં પૈસા આવી રહ્યા છે કે નહીં? જો પૈસા આવતા નથી, તો તમે તરત જ આધારને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરો. લિંક કર્યા પછી, પૈસા સીધા તમારા ખાતામાં આવવાનું શરૂ થશે. ચાલો જાણીએ પ્રક્રિયા શું છે અને કેટલા પૈસા આવશે …

સબસિડી ન મળવાનું મોટું કારણ
સબસિડી ન મળવાનું મુખ્ય કારણ એલપીજી આઈડી ખાતાના નંબર સાથે જોડાયેલું ન હોય. આ માટે, તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યાથી વાકેફ કરો. ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

સૌથી પહેલા તમારે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ https://cx.indianoil.in/ ની મુલાકાત લો. હવે તમારે સબસિડી સ્ટેટસ પર ક્લિક કરવું પડશે અને આગળ વધવું પડશે. તે પછી તમારે સબસિડી રિલેટેડના વિકલ્પ પર ક્લિક કરવું પડશે, ત્યાર પછી તમારે સબસિડી નોટ રીસીવડ પર ક્લિક કરવું પડશે. તમારે નોંધાયેલ મોબાઈલ નંબર અને એલપીજી આઈડી દાખલ કરવો પડશે. આ પછી તેને ચકાસીને સબમિટ કરો.

Read More