‘મેડ ઈન ઈન્ડિયા’ પ્યોર ePluto 7G ઈલેક્ટ્રિક સ્કૂટર જે ફુલ ચાર્જ પર 120 કિમી ચાલે છે, જાણો કિંમત

EV SCOTER
EV SCOTER

હૈદરાબાદમાં આવેલી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની PURE એ ભારતમાં EPluto 7G નામનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે.ત્યારે તેની ડિઝાઇનની વાત કરવામાં આવે તો આ સ્કૂટર તમને વેસ્પા સ્કૂટર જેવું લાગશે ત્યારે તે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક સ્કૂટર છે. ત્યારે આ Pure EPluto 7G ઇલેક્ટ્રિક સ્કૂટરની ફુલ ચાર્જિંગ કરવા પર 120 kms ચાલે છે. ત્યારે કંપનીના દાવા પ્રમાણે આ સ્કૂટર 60 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પકડી શકે છે. હાલમાં, સ્કૂટર ઓફલાઈન ડીલરશીપમાં વેચાઈ રહ્યું છે.

Loading...

ભારતમાં pure EPluto7G કિંમત, ઑફર્સ

ભારતમાં pure EPluto 7G ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત રૂ 83,999 એક્સ-શોરૂમ રાખવામાં આવી છે. ત્યારે આ ઇલેક્ટ્રિક સ્કૂટર હાલમાં ઑફલાઇન ડીલરશિપ પર વેચાઈ રહ્યું છે.ત્યારે તમે નજીકની ડીલરશીપ વિશે જાણી શકો છો, ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જાણી શકે છે ત્યારે શરૂઆતની ઑફર્સ વિશે વાત કરવામાં આવે તો, કંપની આ ઇલેક્ટ્રિક સ્કૂટરને નો કોસ્ટ EMI ઑફર હેઠળ 2,838 રૂપિયા પ્રતિ મહિનાની કિંમતે ખરીદવાની તક આપી રહી છે. તે છ અલગ અલગ રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે.

Pure EV EPluto 7G વિશિષ્ટતાઓ, સુવિધાઓ

સ્કૂટરમાં ઈલેક્ટ્રિક મોટર મહત્તમ 1500W ની પાવર જનરેટ કરે છે ત્યારે સ્કૂટર 60 kmphની ટોપ સ્પીડ સુધી પહોંચવામાં સક્ષમ બને છે. ત્યારે તેમાં પોર્ટેબલ 60V 2.5kWh ક્ષમતાનો બેટરી આપવામાં આવેલ છે ત્યારે જે કંપનીના દાવા પ્રમાણે, ફુલ ચાર્જ થવા પર ઇલેક્ટ્રિક સ્કૂટરને 120 કિમી સુધી આગળ વધારી શકે છે. આ બેટરી પેકને ઘરે બેઠા સરળતાથી ચાર્જ કરી શકાય છે. તેને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ ચાર કલાકનો સમય લાગશે. EPluto 7G ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગળની ડિસ્ક અને પાછળની ડ્રમ બ્રેક મિકેનિઝમ છે.

Read More

Loading...