મહારાષ્ટ્ર: રત્નાગિરિમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, આગને કારણે 4 લોકોનાં મોત

ratnagiri
ratnagiri

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લગતા આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ત્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો છે. અને આ બનાવ ઘેડ તાલુકા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બન્યો છે. આ દુર્ઘટના સમયે આશરે 50 લોકો ફેક્ટરીમાં ફસાયા હતા. આ બધા બચાવી લેવામાં આવ્યા છે.

Loading...

રત્નાગિરી ફાયર બ્રિગેડ પાસેથીપ્રાપ્ત માહિતી મુજબ બોઇલરમાં વિસ્ફોટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી.અને આ સમય દરમિયાન નજીકમાં કામ કરતા લોકો તેમાં ફસાઇ ગયા હતા. રત્નાગિરિ જિલ્લા હોસ્પિટલમાં ગંભીર રીતે દાઝી ગયેલા કર્મચારીઓની સારવાર ચાલુ છે.

Read More