કેરીની સીઝનમાં માત્ર 30 મિનિટમાં ઘરે બનાવો કાચી કેરીની કઢી

કેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. તેનો ઉપયોગ ચટણી સિવાય કેટલાક શાકમાં સ્વાદ બદલવા માટે કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમારા માટે કેરીની કઢીની રેસિપી લઇને આવ્યા છીએ. જેન સ્વાદમાં મસ્ત અને સહેલાઇથી બની શકે છે.

Loading...

સામગ્રી : /2 કપ – ચણાનો લોટ,1 નંગ – કાચી કેરી,2 મોટી ચમચી – તેલ,2 નંગ – સમારેલા લીલા મરચાં
10-12 – મીઠો લીમડો,1 ચપટી – હીંગ,1/2 ચમચી – જીરૂ,1/2 ચમચી – હળદર,1 નાની ચમચી – લાલ મરચું
સ્વાદાનુસાર – મીઠું,જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત :સૌ પ્રથમ કાચી કેરીને છોલીને તેને સમારી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ ઉમેરો. ત્યાર પછી પેનમાં કેરી અને લીલા મરચા ઉમેરો. ત્યાર પછી પેનમાં એક પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી દો. જેથી કેરીના ટૂકડા ચઢી જાય. જ્યાં સુધી કેરી ચઢે ત્યાં સુધી ચણાના લોટમાં પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. હવે કેરીના મિશ્રણમાં ચણાના લોટનું મિશ્રણ ઉમેરો. જ્યારે કઢીમાં ઉભરો આવે એટલે તેમા મીઠું અને લાલ મરચું ઉમેરો. હવે અન્ય એક પેનમાં તેલ ગરમ કરો તેમા જીરૂ, હીંગ, લીમડાના પાન ઉમેરો. આ વઘારને કઢીમાં મિક્સ કરી દો અને ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે કાચી કેરીની કઢી.. તેને ભાત સાથે સર્વ કરી શકો છો.

Read More