મારુતિ સુઝુકી ડિઝાયરને CNG મોડલ્સ માર્કેટમાં ઉતારશે, જાણો તેની કિંમત

swift dezire1
swift dezire1

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી તેની સીએનજી લાઇન-અપના વિસ્તરણ યોજના બનાવી રહી છે. મારુતિ સુઝુકી આગામી કેટલાક મહિનામાં નવા ઉત્પાદનો માર્કેટમાં લાવવા તૈયારી કરી રહી છે. ત્યારે કંપની તેના ઘણા મોડેલોને ફેક્ટરી ફીટ સીએનજીમાં ઉતારશે. હાલમાં વેગનોઆર, સેલેરિયો, એસ-પ્રેસો, અર્ટીગા, અલ્ટો 800 અને ઇકોમાં ફેક્ટરી ફીટ સીએનજી આપે છે.ત્યારે સેડાન હેઠળ મારુતિની આગામી સીએનજી કાર ડીઝાયર છે.ત્યારે ભારતમાં મારુતિ ડિઝાયર સીએનજીનું પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે. આઈસીએનના એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.

Loading...

એક મીડિયા અહેવાલ પ્રમાણે મારુતિ સુઝુકી આ નાણાકીય વર્ષમાં લગભગ 2.5 લાખ સીએનજી કાર બનાવવાની યોજના છે. મારુતિ આગામી કેટલાક મહિનામાં ડિઝાયર સીએનજી માર્કેટમાં લોન્ચ કરી શકે છે.અને આ સિવાય નજીકના ભવિષ્યમાં મારુતિ સુઝુકી સ્વીફ્ટને પણ સીએનજી વેરિએન્ટઆપી શકે છે. ત્યારે મારુતિ ડિઝાયર સીએનજી હ્યુન્ડાઇ ઓરા સીએનજી સાથે સીધી સ્પર્ધા કરશે. ત્યારે ટાટા મોટર્સ પણ સબકોમ્પેક્ટ સેડાન ટિગોરનું સીએનજી વેરિએન્ટ લાવવાની યોજના ધરાવે છે.

દિલ્હીના એક્સ-શોરૂમમાં મારુતિ સુઝુકી ડિઝાયરની કિંમત 5,98,000 રૂપિયાથી શરુ થાય છે.ત્યારે હાલમાં કંપની ડાયઝરના ડીઝલ મોડેલોનું ઉત્પાદન કરતી નથી. ત્યારે કંપનીનો દાવો છે કે મારુતિ ડિઝાયર 24 kmpl નું માઇલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે 1 એપ્રિલ, 2020 ના રોજ BS-VI બળતણ ઉત્સર્જનના ધોરણો અમલમાં આવ્યા પછી મારુતિ સુઝુકીએ મારુતિ સુઝુકી ડિઝાયરનું ડીઝલ એન્જિન બંધ કર્યું હતું.

Read More