મારુતિ વિટારા બ્રેઝા પણ CNG વેરિએન્ટમાં લોન્ચ કરશે, જાણો કેટલી આપશે માઈલેજ

maruti brezz
maruti brezz

તાજેતરમાં માહિતી સામે આવી છે કે દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકી તેની લોકપ્રિય હેચબેક મારુતિ સ્વિફ્ટ અને કોમ્પેક્ટ સેડાન મારુતિ ડીઝાયરના સીએનજી વેરિએન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે કંપનીની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવી મારુતિ વિટારા બ્રેઝા વિશે નવી માહિતી સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે મારુતિ સુઝુકી બજારમાં સીએનજી વિકલ્પ સાથે તેની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવી મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા લોન્ચ કરવા પર પણ કામ કરી રહી છે. ત્યારે તમને જણાવી દઈએ કે તાજેતરમાં મારુતિ સ્વિફ્ટ સીએનજી અને ડીઝાયર સીએનજીના એન્જિન વિશે માહિતી સામે આવી છે

ત્યારે હવે મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાના સીએનજી વેરિએન્ટના એન્જિન અને પાવર આઉટપુટ વિશે માહિતી સામે આવી છે. Car.spyshot નામના એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં મારુતિ વિટારા બ્રેઝાના એન્જિન વિશે માહિતી આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે મારુતિ વિટારા બ્રેઝાના સીએનજી વેરિએન્ટમાં બીએસ 6 ઉત્સર્જન આધારિત 1.5 લિટર કે 15 બી પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે મારુતિ વિટારા બ્રેઝાના પેટ્રોલ વેરિએન્ટમાં પણ આજ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પેટ્રોલ વેરિએન્ટમાં આ એન્જિન 6,000 rpm પર 77 kW અથવા 104 bhp પાવર અને 4,400 rpm પર 138 Nm ટોર્ક જનરેટ કરે છે ત્યારે CNG ફ્યુઅલ પર આ એન્જિન 6,000 rpm પર 68 kW અથવા 92 bhp પાવર અને 4,400 rpm પર 122 rpm જનરેટ કરે છે.

સીએનજીના ઉપયોગ પછી મારુતિ વિટારા બ્રેઝા સીએનજીનું પાવર આઉટપુટ તેના પેટ્રોલ એન્જિન કરતા થોડું ઓછું થવા જઈ રહ્યું છે. ત્યારે પાવર આઉટપુટમાં આ ઘટાડો કારના સામાન્ય વપરાશકર્તાને વધુ અસર કરશે નહીં.

CNG વેરિએન્ટનો સૌથી મોટો ફાયદો તેની માઇલેજનો છે.ત્યારે તેના સીએનજી વેરિએન્ટનું માઇલેજ બ્રેઝાના પેટ્રોલ વેરિએન્ટ કરતા વધારે હશે.ત્યારે જણાવી દઈએ કે વિટારા બ્રેઝા મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 17.03 kmpl અને પેટ્રોલ વર્ઝનમાં ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 18.76 kmpl માઈલેજ આપે છે.

ત્યારે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ માહિતી સામે આવી હતી કે મારુતિ સુઝુકી તેની કારના ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે. કંપનીએ માહિતી આપી હતી કે કારનું ઉત્પાદન એક પાળીમાં ઘટાડી શકાય છે. આનું કારણ સેમિકન્ડક્ટરની અછત હોવાનું માની રહ્યું છે, જેના કારણે આ મહિને ઉત્પાદનને આંશિક અસર થશે.

Read More