ખેડૂતો માટે માઠા સમાચાર :રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી,જાણો ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ

mavthu
mavthu

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાન વિભાગે સૂકા હવામાન અને અન્ય વિસ્તારોમાં ભેજને કારણે લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થવાની આગાહી કરી છે. ત્યારે બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો અહેસાસ થશે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

Loading...

અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ સાઉદી અરેબિયા તરફ આગળ વધી રહી છે. સોમવારે હવામાન વાદળછાયું રહ્યું હતું કારણ કે પવનની પેટર્ન સમુદ્રી બની હતી.ત્યારે તેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ઝાપટા આવ્યા હતા ત્યારે ગુજરાત વેધર ફોરકાસ્ટ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે.

ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરનગર હવેલીમાં બિન-મોસમી વરસાદની આગાહી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર અને ત્યાર બાદ ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા ટ્રોફી શિયાળાના આગમનને બદલે માવઠાનું કારણ બની રહી છે. સોમવારે પણ વલસાડમાં 1.5 મીમી અને ડાંગમાં 8 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદ નોંધાયો હતો. આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલીના ખાંબા તાલુકાના લાસા ગામમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા.

Read More