રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ , એક કલાકમાં એક ઈંચ વરસાદ

rajkotvarsad
rajkotvarsad

આજે સવારથી જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો . ત્યારે અચાનક બપોરે 1 વાગ્યે મેઘરાજાએ શહેરના 150 ફૂટ રિંગરોડ, કાલાવડ રોડ જંકશન પ્લોટ સહિતના વિસ્તારોમાં પોતાની બેટિંગ શરૂ કરી હતી. એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળે છે. ત્યારે હજી પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટમાં એનડીઆરએફની એક ટીમ ગોઠવવામાં આવી છે.

ચોમાસાની સીઝનની શરૂઆતમાં રાજકોટ શહેરમાં પ્રિ-મોન્સૂન પ્લાન અંગે પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે પહેલા વરસાદથી શહેરમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં પૂરને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગઈકાલે વરસાદ અને ભારે પવનને કારણે પોલીસ કમિશનર કચેરી નજીક એક ઝાડ તૂટી પડ્યું હતું. એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. તાલુકાના મામલતદારોને શહેરમાં કંટ્રોલરૂમ શરૂ કરવા સૂચના અપાઇ છે

રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં પણ સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો છે. ગોંડલ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ગોંડલના જામવાડી, ચોરડી, ગોમટા, મોવિયા, નાગદાકા, બાંદરા, દેવચડી સહિતના ગામોમાં હળવા વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Read More