આજથી 4 દિવસ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી

varsaad
varsaad

રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને જૂનાગઢના ગીર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે તેમાં તાલાલા, ખીરધાર, બકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જયપુર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તાલુકામાં પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. જૂનાગઢના વિસાવદર પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે આજથી ચાર દિવસ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જ કારણસર માછીમારોને પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મેઘરાજા વરસશે. બીજી તરફ હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો આગામી 5 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Read NMore