રાજકોટમાં મિની વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઉડી,વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

varsadrajkot
varsadrajkot

કાલે રાજકોટની જસદણ અને ગોંડલમાં વીજળીના કડક ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસો હતો. જસદણના માધવીપુર, ગોખલાણા, શિવરાજપુર, લાલકા, એટોકોટમાં સમાવિષ્ટ મુખ્યત્તમ ધોધમાર વરસાદ વરસો હતો. અતિ ભારે પવનમાં ઠેર ઠેર હર્ડિંગ્સ ધરાશાયી થયા હતા.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે સવારથી બપોર સુધી ગરમી અને બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આજે પણ બપોરે આકાશ બદલાયું હતું અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું. બાદમાં મિનિ વાવાઝોડાએ ધૂળની ડમરીઓ ઉંડો હતી. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. ધોરીમાર્ગો ભીંજાયા હતા. કાલાવડ રોડ, ઠેબર રોડ, માધાપર ચોક, મોરબી રોડ અને શહેરના અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પડધરી જિલ્લામાં કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો.

Read More