મોદી સરકાર ખેડૂતોને 50% કિંમતે ટ્રેક્ટર આપી રહી છે, જાણો આ યોજનાનો લાભ કઈ રીતે ઉઠાવશો

modi trctor
modi trctor

મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ લઈને આવી છે. ત્યારે ખેડુતોને ખેતી કરવા માટે અનેક મશીનોની જરૂર હોય છે.અને આ બધી આવશ્યકતાઓમાંથી ટ્રેક્ટર એ સૌથી મહત્વપૂર્ણ ઓજાર ગણાય છે.ત્યારે ભારતમાં ઘણા એવા ખેડૂત છે કે જેમની પાસે આર્થિક મુશ્કેલીને કારણે ટ્રેક્ટર લઇ શકતા નથી.

ત્યારે તેઓ ટ્રેક્ટર ભાડે લે છે અને ખેતરો માટે બળદનો ઉપયોગ કરે છે. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે ખેડુતોને આર્થિક મદદ કરવા માટે ટ્રેકટરોની ખરીદી પર સબસિડી આપવાની યોજના બનાવી છે. અને આ યોજના પીએમ કિસાન ટ્રેક્ટર યોજનાના નામથી શરૂ કરવામાં આવી છે.

જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપી રહી છે. અને આ યોજનાની શ્રેષ્ઠ બાબત એ છે કે કોઈપણ કંપનીના ટ્રેક્ટર માટે સરકાર સબસિડી આપી રહી છે.ત્યારે નવું ખરીદેલ ટ્રેક્ટર ફક્ત અડધા ભાવે મળે છે અને બાકીના અડધા સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. ઘણા રાજ્યોમાં, રાજ્ય સરકાર 20 થી 50 ટકા સુધીની સબસિડી પૂરી પાડે છે.

સરકાર ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે. મતલબ કે ખેડુતોને એક જ ટ્રેક્ટર પર સબસિડી મળશે. ત્યરે ખેડૂતોને આધારકાર્ડ, જમીનના કાગળ, બેંકની વિગતો અને પાસપોર્ટ સાઇઝ ફોટોની જરૂર છે. અને આ યોજના હેઠળ ખેડૂત નજીકના કોઈપણ સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

Read More