મોદીએ પાટીદારને સાચવ્યાં ! ગુજરાતની ચૂંટણી ધ્યાને રાખી પાટીદાર મુખ્યમંત્રીની માંગણીને બેલેન્સ કરી

manshukh
manshukh

કેબિનેટ પ્રધાન પદ રાજ્યના મુખ્ય પ્રધાનની સમકક્ષ ગણાય છે ત્યારે મુખ્યમંત્રી સ્તરે ગુજરાત ભાજપના બે નેતાઓની નિમણૂક કરી છે અને નીતિન પટેલને પહેલેથી જ નાયબ મુખ્યમંત્રી પદ મળી ચૂક્યું છે. 2017 ની ચૂંટણી દરમિયાન પાટીદાર આંદોલનોની વિરુદ્ધ પરિસ્થિતિનો સામનો કરનારી ભાજપ હવે પાણી પહેલા પળ બાંધી રહી છે. ત્યારે ખેડાના સાંસદ અને ઠાકોર નેતા દેવસિંહ ચૌહાણ અને કોળી સમાજના શિક્ષિત ચહેરો ડો.મહેન્દ્ર મુંજપરાને મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાનો હવાલો સોંપાયો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં આ બંને સમાજોને બચાવવા માટે રણનીતિ અપનાવવામાં આવી છે.

હવે ગુજરાતમાંથી ચૂંટાયેલા કુલ સાત સાંસદ કેન્દ્રીય પ્રધાનો છે અને સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીએ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ આખી રણનીતિ બનાવી છે. ત્યારે ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપની મુખ્ય વોટબેંક રહી છે.ત્યારે થોડા સમય પહેલા આ સમાજની માંગ હતી કે તેમણે પોતાનો મુખ્યમંત્રી હોવો જોઈએ.જેને ધ્યાને રાખી મોદીએ કેબિનેટ કક્ષાએ સૌરાષ્ટ્રના કડવા પાટીદાર નેતા પરસોત્તમ રૂપાલા અને લેઉઆ પાટીદાર નેતા મનસુખ માંડવીયાને બઢતી આપી છે.

પરસોત્તમ રૂપાલા: સૌરાષ્ટ્ર કડવા પાટીદાર નેતા સામાજિક ઉપરાંત પાર્ટીના રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મનસુખ માંડવીયા: સૌરાષ્ટ્રને લેવા પાટીદાર સમાજના આ યુવા નેતા પ્રગતિશીલ વિચારધારાના છે. સૌરાષ્ટ્રમાં ઓછામાં ઓછા ત્રીસ બેઠકો ઉપર પાટીદાર સમાજનાં મતોનું પ્રભુત્વ છે. મુખ્યમંત્રી પદ માટે પાટીદારની માંગને દબાવવામાં આવશે.

Read more