ભારતમાં શાળા બંધ થવાથી 24 કરોડથી વધુ બાળકો પ્રભાવિત થયા,UNICEF Report

unesco
unesco

બુધવારે યુનિસેફ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોનાવાયરસ રોગચાળો અને લોકડાઉનને કારણે 2020 સુધીમાં 1.5 મિલિયન શાળાઓ બંધ થઈ હતી, ત્યારે ભારતની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા 247 મિલિયન એટલે કે (24 કરોડથી વધુ) બાળકોને એની અસર થઇ હતી.જયારે વૈશ્વિક સ્તરે 1 વર્ષથી 168 મિલિયનથી વધુ સાલાઓ બંધ છે. ભારતમાં 6 મિલિયનથી વધુ છોકરીઓ અને છોકરાઓ છે જેમણે COVID-19 પહેલા શાળા છોડી દીધી હતી.

Loading...

યુનિસેફના આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઓનલાઇન શિક્ષણ એ દરેક માટે વિકલ્પ નથી કારણ કે ચાર બાળકોમાંથી એક જ પાસે ડિજિટલ ડિવાઇસ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય છે.ત્યારે કોરોના પહેલાં, ભારતમાં ફક્ત એક ચોથાઈ ઘરોમાં ઇન્ટરનેટનો ઉપયોગ થતો હતો અને દેશમાં ગ્રામીણ-શહેરી મોટો હિસ્સો છે.

યુનિસેફ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં જણાવાયું છે કે સંપૂર્ણ અને આંશિક લોકડાઉનને કારણે વિશ્વભરમાં 888 મિલિયનથી વધુ બાળકો શિક્ષણથી વંચિત ભોગ બન્યા છે.ત્યારે શાળા બંધ થવાના વિશ્લેષણમાં જણાવાયું છે કે વિશ્વભરના 14 દેશો માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધી મોટા પ્રમાણમાં બંધ રહ્યા હતા. તે દેશોમાંથી બે તૃતીયાંશ લેટિન અમેરિકા અને કેરેબિયન ક્ષેત્રમાં છે, જે લગભગ 98 મિલિયન સ્કૂલનાં બાળકોને અસર કરે છે.R

Read More