દશેરા ,વિજયા દશમીના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે હિન્દુ પંચાંગ પ્રમાણે દશેરા અશ્વિન મહિનાના શુક્લ પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે.ત્યારે આ વર્ષે દશેરા 15 ઓક્ટોબરે છે. ત્યાર એવું માનવામાં આવે છે કે દશમીના દિવસે દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. વિજયા દશમી તિથિ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ કહેવાય છે
ત્યારે કહેવાય છે કે વિજય મુહૂર્તમાં આ દિવસે શરૂ કરાયેલ કોઈપણ કાર્ય લાભદાયક હોય છે. ત્યાર દશેરાના દિવસે કેટલાક ખાસ ઉપાયોનું પણ મહત્વ રહેલું છે.ત્યારે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે આ દિવસે કયા ઉપાય કરવામાં આવે છે તે જાણો.
દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. ત્યારે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દુશ્મન પર વિજય મેળવી શકાય થાય છે.સાથે વિજયા દશમીના દિવસે ઘરની ઈશાન દિશામાં રોલી, કુમકુમ અથવા લાલ ફૂલોથી રંગોળી અથવા અષ્ટકમલનો આકાર બનાવવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
દશેરાના દિવસે શમી વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે.ત્યારે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજામાં શમીના પાંદડા અર્પણ કરવાથી આર્થિક લાભ મળે છે.એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે પૂજા ઘરમાં શમી વૃક્ષની માટી રાખવાથી દુષ્ટ શક્તિઓની અસર સમાપ્ત થાય છે.
દશેરાના દિવસે નીલકંઠની મુલાકાત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી નસીબ આવે છે.
દશેરાના દિવસે શમી વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી કામમાં આવતી અડચણો સમાપ્ત થાય છે. કહેવાય છે કે આમ કરવાથી સફળતાનો માર્ગ ખુલે છે.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…