ગોંડલમાં પરિણીતાએ પ્રેમ લગ્નના ત્રણ મહિનામાં જ આપઘાત કરી લેતા પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંત

GONDALSDS
GONDALSDS

રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક પરિણીત મહિલાએ તેના સાસરિયાઓ દ્વારા તેના પર ત્રાસ ગુજારતા હતા તે સહન ન કરી શકતાં મોત વહાલું કરી લીધું હતું માત્ર ત્રણ મહિના પહેલા જ જે યુવતીએ લવ મેરેજ કર્યા હતા. ત્યારે ત્રણ મહિનામાં, છોકરી નહીં પણ છોકરીનો મૃતદેહ તેના માતાના ઘરે આવ્યો હતો . રવિવારે સિંધી સમાજના લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં પહોંચ્યા હતા.

સિંધી સમાજની દીકરીને જે લોકોએ માર માર્યો છે. તે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે તમામની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે.તેવી માંગ ઉઠી હતી ત્યારે ગણતરીના કલાકોમાં જ ગોંડલ શહેર પોલીસે મૃતક ભાવિકા શર્માના સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગોંડલ શહેરના અવકાર રેસીડેન્સીમાં સાસરિયાઓના ત્રાસને કારણે માત્ર ત્રણ મહિના પહેલા જ લગ્ન થયેલ પરિણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે ઝુલેલાલ નગર, રાજકોટ સિંધી કોલોનીમાં રહેતા ભાવિકાબેનની માતા મમતાબેન અશોકભાઈ શર્માએ ચિરાગ, ભાવિકા બેનના પતિ, સાસુ સોનલબેન, સસરા સંજયભાઈ અને દિયર સામે મરવા માટે મજબુર બળજબરી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.

Read More