રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇંધણને બદલે નવી ઉર્જા અને નવી સામગ્રી તૈયાર કરવાની જાહેરાત કરી છે. ત્યારે આઈએનસી 42 ના રિપોર્ટ પ્રમાણે કંપનીએ 2035 શૂન્ય કાર્બન બનાવતી કંપની હોવાનો દાવો કર્યો છે. ત્યારે કંપની હાલમાં વિશ્વસનીય, સ્વચ્છ અને સસ્તી ઉર્જા અને સંગ્રહ સિસ્ટમ્સ બનાવવાની યોજના બનાવી રહી છે. અને આ સિવાય કંપની ભવિષ્યમાં હાઇડ્રોજન, સોલર અને પવન માટે બેટરીનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ હાઇડ્રોજન આધારિત અર્થતંત્રમાં પરિવર્તનને વેગ આપવાનો છે.
વિશ્વભરના કાર ઉત્પાદકો ઇલેક્ટ્રિક વાહનોની શરૂઆત કરી રહ્યા છે. ત્યારે તેમાં લોકપ્રિય સ્ટાર્ટ-અપ કંપનીઓથી લઈને લોકપ્રિય કંપનીઓ શામેલ છે. હવે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે.ત્યારે અહેવાલો પ્રમાણે મુકેશ અંબાણી ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોની બેટરી બનાવવાની યોજના બનાવી રહ્યા છે.
કંપનીએ હજી સુધી ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં પ્રવેશવાની તેની યોજનાઓની સ્પષ્ટ જાહેરાત કરી નથી, પણ ફ્યુઅલ સેલ અને ઇલેક્ટ્રોલાઇટ્સનો વિકાસ કંપનીના ઉદ્દેશ દર્શાવે છે કે તે ટૂંક સમયમાં આવી શકે છે. રિલાયન્સે બેટરી બનાવવાની વાત કરી છે પણ તે કયા ઉદ્યોગને પ્રદાન કરશે તે જણાવ્યું નથી. આ બેટરીઓનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો તેમજ પવન, સૌર અને અન્ય ઉર્જા સ્ત્રોતોમાંથી સંગ્રહિત કરવા માટે થઈ શકે છે.
Read More
- સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા? વિજય રૂપાણીએ આપ્યો જવાબ
- રાજકારણ : સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર ઈન્જેક્શન નથી ને ભાજપે 1000 ઈન્જેક્શનનું વિતરણ કરતા લાઈનો લાગી
- હવે તો જાગો : રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
- શાળામાં છોકરા ભણાવતા શિક્ષકો હવે સ્મશાનોમાં મડદા ગણશે, 24 કલાકની 3 શિફ્ટમાં કામગીરી બજાવશે
- PM કિસાન યોજનાના આગામી હપ્તા માટે આ ડોકયુમેન્ટ તાત્કાલિક જમા કરાવો, નહીં તો પૈસા નહીં આવે