ગોંડલ નજીક ખેડૂતને મરચાના ભાવ ન મળતા કોથળામોઢે મરચા નદીમાં ફેંક્યા ‘કોઈ દિવસ વાવતા નહિ…

marcha gondal
marcha gondal

ગોંડલમાં મરચાની બોરીઓ નદીમાં ફેંકવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ગોંડલ પંથકમાંથી આવતા વિડીયોની વિગતો પ્રકાશમાં આવી હતી. ત્યારે વીડિયોમાં એક ખેડૂત પોતાના વાહન નંબર GJ O3 BV 1769 પરથી પુલ નીચે મરચાંની બોરીઓ ફેંકી રહ્યો છે. ત્યારે પૂલ નીચે મરચાં ફેંકનાર વ્યક્તિ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે અને કહે છે કે મરચાં ન વાવવા જોઈએ .

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ગોંડલના કમઢીયા અને શ્રીનાથગઢ વચ્ચે ભાદર નદીના પૂલની હોવાનું સામે આવ્યું છે. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે ખેડૂતને પોષણક્ષમ ભાવ ન મળતા નદીમાં મરચાં ફેંકવા પડ્યા.

એક મહિના પહેલા રાજકોટના જૂના યાર્ડમાં ખેડૂતો રોષે ભરાયા હતા. વિરોધ શરૂ થયો જ્યારે યાર્ડમાં શાકભાજી વેચવા આવેલા ખેડૂતોને માત્ર 2 થી 3 રૂપિયા પ્રતિ કિલો મળ્યા . ખેડૂતોએ તમામ શાકભાજી રસ્તા પર ફેંકીને ભાવનો વિરોધ કર્યો હતો. લીંબુ અને બટાકા સિવાય યાર્ડમાં તમામ શાકભાજીના ભાવ પ્રતિ કિલો 2 થી 3 રૂપિયા હતા. જ્યારે શાકભાજી બજારમાં 10 થી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી. ભાવ ન મળવાને કારણે, વેતન અને ભાડાની રકમ માણવાનો વારો ખેડૂતોનો છે.

Read More