આખરે નિર્ભયાને મળ્યો ન્યાય,નિર્ભયાનાં નરાધમોને ફાંસીનાં માચડે લટકાવી દેવામાં આવ્યા,

નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના ચારેય દોષિતોને આખરે ફાંસીના ફંદા પર લટકાવી દેવામાં આવ્યા છે. 7 વર્ષ બાદ નિર્ભયાને ન્યાય મળ્યો. દેશમાં પહેલી વખત એવું બન્યું હશે કે એક સાથે ચાર લોકોને ફાંસી આપવામાં આવી હોય. તિહાડ જેલમાં નિર્ભયાના દોષિતો મુકેશ, અક્ષય, વિનય અને પવનને ફાંસી આપવામાં આવી. આખી રાત સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલ્યા બાદ આખરે દોષિતોને ફાંસી આપી દેવામાં આવી. તિહારમાં પહેલીવાર ચાર દોષિતોને સાથે મળીને ફાંસી આપવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 10 ફૂટનો તખ્તો લટકાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ફાંસી લગાવ્યા પછી શરીર લગભગ અડધો કલાક લટકતું રહે છે. પછી ડોક્ટર તપાસે છે.

Loading...

નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી. છેલ્લા એક કલાક પહેલાં દોષિતોને ન્હાવાનું અને પ્રાર્થના માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે ઇન્કાર કરી દીધો હતો. સવારે 5 વાગ્યે દોષિતોને કાળા કપડાં પહેરાવાયા હતા. તેમનું મેડિકલ થઇ ગયું અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા. તેઓને તિહાડ જેલમાં લોકડાઉન કરાયા હતા. નિર્ભયાનાં નરાધમોને ફાંસીનાં માચડે લટકાવી દેવામાં આવ્યા છે. ડીએમ તિહાડ જેલમાં હાજર છે. જ્યારે જેલ અધિક્ષક, નાયબ અધિક્ષક અને ડોકટરો પણ હાજર રહ્યા હતા. એક ગુનેગાર સાથે 6 સુરક્ષા કર્મીઓ છે. ચારેય દોષિતોને ફાંસીના માચડે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ફાંસી માટે ફાંસી માટે 10 ફૂટનો તખ્તો બનાવાયો છે. ડીએમની હાજરીમાં ફાંસી આપવામાં આવી હતી. આ પહેલા જેલ અધિકારીઓએ ફાંસી ઘરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Read More