કંપનીના વાર્ષિક અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષ 2020-21 માટે અંબાણીનું મહેનતાણું ‘શૂન્ય’ હતું. ત્યારે કોરોના રોગચાળામાં લોકોને આર્થિક મદદ અને સહાય આપવા માટે તેણે પોતાનો પગાર લીધો ન હતો. ત્યારે આ નાણાં કંપનીના કર્મચારીઓને મદદ કરવામાં આપ્યા હતા. આગળ વર્ષ તેણે કંપની પાસેથી પગાર રૂપે 15 કરોડ લીધા હતા. તે છેલ્લા 15 વર્ષથી આ પગાર લઇ રહ્યા છે. તેના પગારમાં કોઈ વધારો થયો નથી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની નેટવર્થ હાલમાં જ વધી છે. તેના કારણે તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 12 મા સ્થાને છે પણ શું તમે જાણો છો કે અંબાણીએ કોરોના સમયગાળા દરમિયાન કંપની પાસેથી કોઈ પગાર લીધો નથી ત્યારે તેમની પત્ની નીતા અંબાણીએ પણ દરેક મીટિંગ માટે આઠ લાખ રૂપિયા અને કમિશન લીધાં હતાં. રિલાયન્સના તાજેતરના વાર્ષિક અહેવાલમાં આ માહિતી મળી છે.
નીતા અંબાણી, જે કંપનીના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, તે દરેક મીટીંગમાં હાજર રહેવા માટે આઠ લાખ રૂપિયા લે છે ત્યારે એટલું જ નહીં, કમિશન તરીકે તેમને 1.65 કરોડ રૂપિયા મળ્યા. અને બીજી બાજુ અંબાણીના પિતરાઇ ભાઈ નિખિલ અને હિતાલ મેસવાણીના પગારને ધ્યાનમાં લઈએ તો, તેમનું મહેનતાણું 24 કરોડ રૂપિયામાં યથાવત રહ્યું, પરંતુ આ વખતે તેમાં રૂ. 17.28 કરોડનો કમિશન શામેલ છે.
Raed More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ