લ્યો બોલો .. વેક્સિનના વેચાણ મામલે નીતિન પટેલને કંઈ ખબર જ નથી? કહ્યું મુખ્યમંત્રીને ખબર હશે

nitinpatelcm
nitinpatelcm

અમદાવાદમાં એએમસીના સહયોગથી એપોલો હોસ્પિટલ દ્વારા પી.પી.પી . આધાર પર જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે સ્થળ ઉપર નોંધણી કરાવી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી લગાવી શકે છે. ત્યારે રસી લેનાર પ્રત્યેક વ્યક્તિ એક હજાર રૂપિયા ચાર્જ ચૂકવો પડશે. હાલમાં લોકોને આ રસી માટે ફાંફા મારી રહ્યા છે. સરકાર રસી મફતમાં આપી શકતી નથી અને હવે આ રસી એક હજાર રૂપિયામાં ખાનગી ભાગીદારીમાં વેચી રહી છે. દરરોજ 1000 ડોઝ આપવામાં આવશે, જેનાથી રૂ. 10 લાખ આવક થશે.

ઘણી વખત બહાર આવ્યું છે કે ગુજરાત સરકારમાં જ સંકલનનો અભાવ છે. ખાસ કરીને ભાજપના વરિષ્ઠ નેતાઓમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્ય પ્રધાન વચ્ચે કોઈ અણબનાવ અથવા વિવાદ એ વારંવાર ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં આરોગ્ય પ્રધાન તરીકે કોરોનાનો હવાલો સંભાળતા નીતિન પટેલે ખુલાસો કર્યો છે કે તેઓ અમદાવાદમાં આપવામાં આવતી 1000 રૂપિયાની રસીથી અજાણ હતા.

ગુજરાતના આરોગ્ય પ્રધાન અને સરકારમાં બીજા નંબરના નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલનો આવો જવાબ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સીધા મુખ્યમંત્રી સાથે બેઠા છે અને આરોગ્ય પ્રધાનની પરવા કર્યા વિના નિર્ણય લે છે.

Read More