હવે ચંદ્ર પર 4G નેટવર્ક મળશે, નાસાએ નોકિયાને કોન્ટ્રાક્ટ આપ્યો !

nokia
nokia

દુનિયાની પ્રખ્યાત મોબાઇળ બનાવતી ટેલિકોમ કંપની નોકિયા હવે ચંદ્ર પર પણ પોતાનું નેટવર્ક ફેલાવવા જઈ રહી છે. ત્યારે નોકિયા ચંદ્ર પર 4 જી નેટવર્ક સ્થાપિત કરશે. આ નેટવર્ક માટે નાસાએ નોકિયાને તેનું નેટવર્ક ચંદ્ર પર લગાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. હા, હવે જો તમે ભવિષ્યમાં ચંદ્ર પર જશો અને ત્યાંથી ફોટાઓ શેર કરી શકશો, અને તે ફક્ત નોકિયાના નેટવર્કને કારણે જ શક્ય બનશે.

Loading...

નોકિયા ચંદ્ર પર 4 જી સેલ્યુલર કમ્યુનિકેશન્સ નેટવર્ક પરના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કંપનીએ અગાઉ ચંદ્ર પર હાઇ સ્પીડ સેલ્યુલર કનેક્ટિવિટી લાવવામાં રસ દાખવ્યો હતો પણ હવે નાસાએ આ કામ માટે નોકિયા 14.1 મિલિયન ડોલર આપ્યા છે.

નાસા એ ટેનોલોજી ના ડેવલોપ માટે અમરિકાની 14 નાની કંપનીઓને પાર્ટનર તરીકે પસંદ કરી છે અને બધી કંપનીઓ આ દાયકાના અંત સુધીમાં ચંદ્ર પર આર્ટેમિસ કામગીરીને સ્થાપિત કરવામાં મદદ કરશે. અને તે જ સમયે નાસા આ પ્રોજેક્ટ માટે 370 મિલિયન ડોલર ખર્ચ કરશે.નોકિયાને અમેરિકા મિશનના નોકિયા દ્વારા આ મિશન માટે પસંદ કરવામાં આવેલી યુએસ કંપનીઓમાં શામેલ કરવામાં આવી છે.

ત્યારે યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલના એક રિપોર્ટ પ્રમાણે નોકિયા દ્વારા ડેવલોપ કરવામાં આવેલ સિસ્ટમ વધુ અંતર સાથે ચંદ્રની સપાટી પર ઝડપી ગતિ અને વધુ સારી રીતે કોમ્યુનિકેશન માટે સપોર્ટ કરી શકે છે.

Read More