હવે તંબુમાં સારવાર લેવા મજબુર! તાપી જિલ્લાના 7 ગામના લોકો શિવપુર ગામની તંબુ હોસ્પિટલમાં આ રીતે સારવાર મેળવી રહ્યા છે

tambuhospital
tambuhospital

મહારાષ્ટ્રની સરહદે આવેલા ગુજરાતના તાપી જિલ્લાના નિઝર તાલુકાના સાયલા, મોગરાની, તકલી, વડિલી, ભીલભાવાલી, નાસેરપુર અને મોગલીપાડા સાત ગામના દર્દીઓ નંદુરબારથી 15 કિ.મી. દુર આવેલા શિવપુર ગામમાં સારવાર માટે જવું પડે છે. અહીં હોસ્પિટલ સવારે 11 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ચાલે છે.

શિવપુરમાં તંબુઓ સાથે એક હંગામી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જ્યાં ઘરોમાં, હંગામી ટેન્ટમાં, ઝાડની છાયામાં, ટ્રેક્ટરની છાયામાં અથવા કોઠારમાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે. અહીં દવાઓની બાટલીઓ ઝાડની ડાળીઓ પર દોરડા વડે બાંધેલી છે. અહીં એક જ ડોકટર અને સહાયક છે. અત્યાર સુધીમાં લગભગ 400 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જો કે, આ ટાઇફોઇડ દર્દીઓ છે, કોરોના નહીં.

Read More