હવે મારુતિ સુઝુકીની કાર નવા અવતારમાં જોવા મળશે, કંપની લાવી રહી છે 1.5 લિટર ડીઝલ એન્જિન

vitarabrezz
vitarabrezz

દેશમાં ડીઝલ-પેટ્રોલના ભાવો આસમાને પહોંચી ગયા છે ત્યારે બંનેના સમાન ભાવ થયા પછી ઓટો સેક્ટરમાં ડીઝલ વાહનોની માંગમાં ઘટાડો આવ્યો છે,અને આ દરમિયાન કેટલીક કંપનીઓએ તેમના વાહનોના ડીઝલ વેરિએન્ટનું ઉત્પાદન બંધ કરી દીધું છે. ત્યારે મારુતિ સુઝુકી ઇન્ડિયા 2022 માં તેના પોર્ટફોલિયોમાં ફરીથી ડીઝલ એન્જિન લાવવાની તૈયારી કરી રહી છે. ત્યારે ધ હિન્દુ બિઝનેસ લાઇનના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ઇન્ડો-જાપાની ઓટો ઉત્પાદક કંપની નવું 1.5 લિટર ડીઝલ એન્જિન લોન્ચ કરવાની યોજના કરી રહી છે, ત્યારે મારુતિ સુઝુકી એક્સએલ 6 સાથે પહેલી લોન્ચ કરે તેવી સંભાવના છે.

ત્યારબાદ કંપની તેને વિટારા બ્રેઝા, અર્ટીગા અને સીયાઝ માટે રજૂ કરશે તેવી સંભાવના છે. એવું પણ કહેવામાં આવે છે કે કંપની હરિયાણાના માનેસરમાં તેની પાવરટ્રેન ફેક્ટરીમાં એક વર્ષથી નવા ડીઝલ એન્જિન પર કામ કરી રહી છે. તેના અહેવાલમાં જણાવાયું છે કે XL6 ને પહેલા એન્જિન મળવાની સંભવના છે, ત્યારબાદ કંપની તેને વિટારા બ્રેઝા લાઇન-અપમાં ઉમેરવાની યોજના બનાવી રહી છે, વિટારા બ્રેઝાને ફેબ્રુઆરી 2022માં ઓટો એક્સ્પોમાં ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરશે. આ પછી, એર્ટિગા એમપીવી અને સીયાઝ સેડાનને પણ ડીઝલ એન્જિન મળે તેવી સંભાવના છે.

મારુતિ સુઝુકી સાથે આ બધી શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે ઉત્પાદનોના ભવિષ્ય વિશે કોઈ ટિપ્પણી નથી કરતા”. આ નવું ડીઝલ એન્જિન નથી. 2018 માં, કંપનીએ સીયાઝ અને અર્ટીગા માટે 1.5 લિટર ડીડીઆઈએસ 225 ડીઝલ એન્જિન રજૂ કર્યું હતું, જે સુઝુકી દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું.તેને પાછળથી, કંપનીએ તબક્કાવાર એપ્રિલ 2020 માં ડીઝલ એન્જિનોને બંધ કરી દીધા હતા અને કહ્યું હતું કે બીએસ 4 એન્જિનને બીએસ 6 માં રૂપાંતરિત કરવામાં રોકાયેલું રોકાણ પેટ્રોલ કરતા ઘણા વધારે છે અને ખાસ કરીને નાના ઉદ્યોગો માટે તે વ્યવહારિક વિકલ્પ નથી.

ત્યારે કંપનીના અધ્યક્ષ, આર.સી. ભાર્ગવાએ જણાવ્યું છે કે બજારની પરિસ્થિતિને આધારે કંપની ભવિષ્યમાં મોટા 1.5-લાઇટ યુનિટમાં રૂપાંતર કરવાનું વિચારી શકે છે. હમણાં સુધી, એવી અપેક્ષા નથી કે નાની કાર જેવી કે બલેનો, ડીઝાયર અથવા તેનાથી ઓછી કંઈપણ ડીઝલનો વિકલ્પ મળશે.

Read More