હવે કોરોનાની સારવારમાં આ બે દવાઓ સામેલ કરવામાં આવી, જાણો કઈ છે આ દવાઓ

favi
favi

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર સંક્રમણ અટકાવવા તમામ પ્રયાસો કરી રહી છે. દવાઓ, હોસ્પિટલના પલંગ અને ઓક્સિજનની ઉપલબ્ધતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, રાજ્ય સરકારના કોવિડ -19 નિષ્ણાંત ડોકટરો ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ આજે ​​ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં સારવારના પ્રોટોકોલ વિશે વાત કરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના ઉપચાર માટેના પ્રોટોકોલમાં ફેવિપીરવીર અને આઈવરમેક્ટિન નામની બે દવાઓ ઉમેરવામાં આવી છે.

આ વિશે વાત કરતાં ડો..રાધવેન્દ્ર દિક્ષિતે જણાવ્યું હતું કે, “અમે એક વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સામે લડત આપી રહ્યા છીએ. ક્લિનિકલ પ્રોટોકોલ અનુભવના આધારે સુધારો કર્યો છે. મહારાષ્ટ્ર અને કેરળમાં આ કેસ વધુ છે. રાજ્યોની માર્ગદર્શિકા અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. . ફેવી ફ્લુ દવા શામેલ કરવામાં આવી છે આ સાથે ક્લિનિકલ પ્રોટોકોલમાં બીજી દવા પણ શામેલ કરવામાં આવી છે.

ડો.વી.એન. શાહે જણાવ્યું હતું કે કોરોના પર અત્યાર સુધીમાં 90000 થી વધુ સંશોધન પત્રો તૈયાર કરાયા છે. રેમડેસિવિર ઇફેક્ટિ નથી. તે મૃત્યુ દર ઘટાડી શકશે નહીં. ઉપચાર સાથે ફક્ત હોસ્પિટલમાં રોકાઈ શકાય છે. તેમણે જણાવ્યું હતું કે મ્યુકરમાઇકોસીશના 10 કેસ ફક્ત ઝાયડસમાં છે.

તો કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટર વી.એન.શાહે રાજ્યમાં ડ્રગ્સને કાળાબજારી કરવાની કબૂલાત આપી છે. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમે રૂ .50,000 ની કિંમતના રેમડેસિવિર અને ટોસીમીઝુમેનની ખર્ચ કર્યા હતા. તેમણે લોકોને સલાહ આપી કે જો તેઓને શરદી પડે તો ઘરે બેસવાને બદલે પરીક્ષણ કરાવો. વિટામિન સી, ઝીંક અને એઝિથ્રોમિસિન દવાઓ સામાન્ય રીતે આપવામાં આવે છે.

Read More