હવે તો સમજો : પરિવારને એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા મૃતદેહ લારીમાં સ્મશાન લઈ જવા મજબૂર બન્યો

vadodara
vadodara

વડોદરામાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના નગરવાડા શાકભાજી માર્કેટ પાસે રહેતા 65 વર્ષીય વ્યક્તિનું કુદરતી કારણોસર મોત થયું હતું . ત્યારે પરિવારોએ ઘણી સંસ્થાઓનો સંપર્ક એમ્બ્યુલન્સ માટે કર્યો હતો પણ મૃતદેહને સ્મશાનસ્થાન લઈ જવા સંપર્ક કર્યો હતા પરંતુ એમ્બ્યુલન્સ વડોદરાની હોસ્પિટલમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યા તેમજ દર્દીઓના મૃતદેહને લેવામાં વ્યસ્ત હતા.

જેથી એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતાં પરિવારજનોએ મૃતદેહને લારીમાં લઈ જવાની ફરજ પડી હતી. ત્યારે શહેરના નગરવાડા વિસ્તારથી દોઢ કિલોમીટર દૂર ખાસવાડી વિસ્તારમાં સ્મશાનસ્થળ હોવાથી પરિવારના સભ્યોએ દોઢ કિલોમીટરની અંતિમયાત્રા કરવી પડી હતી. જો કે, આટલા મુશ્કેલ સમયમાં મૃતદેહને લારીમાં સ્મશાનસ્થાનમાં લઈ જતા લોકોના દિલ હચમચી ઉઠ્યા હતા.

Read More