ઓફર : ગુજરાતના આ ગામડામાં વેક્સિનનો ડોઝ લો અને એક લિટર કપાસિયા તેલ મફત લઈ જાઓ

photovexsin
photovexsin

રાજ્યમાં કોરોના રસીકરણ માટે જુદા જુદા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.ત્યારે ખાસ કરીને ગામડાઓમાં રસીકરણ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છેત્યારે ગામડાઓમાં લોકો રસી લેવા તૈયાર નથી ત્યારે હવે અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં લોકોને રસી લેવા માટે ભેટ રૂપે આપવા એલર્ટ કરવામાં આવી રહી છે. આ નવો પ્રયોગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનજીઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે કોરોના રસી લેનાર યક્તિને કપાસિયા તેલની મફત એક લિટર બોટલ આપવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નલસોરોવર વિસ્તારમાં આવેલા બે ગામોમાં, રસીકરણ કરનારાઓને આ રીતે તેલની બોટલ આપવામાં આવી છે.

આ અંગે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાએએક વરિષ્ટ ન્યુઝ પેપરને જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં કેટલાક એવા ગામો છે જ્યાં કોઈ પણ કારણસર રસીકરણ ઘટતું જાય છે.ત્યારે રસીકરણ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે માનવ સેવા ટ્રસ્ટ એનજીઓની મદદથી જેમાં સાણંદ સાથેના 10 ગામોમાં રસી આપવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 67 ગામો છે જ્યાં રસીકરણ ઘટ્યું છે, જેમાં વધુ લોકોને રસી અપાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ રસીકરણ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે એક નવો પ્રયોગ શરૂ કરાયો છે ત્યારે વધુ લોકોને રસી આપવામાં આવે. અમદાવાદ જિલ્લામાં રસીકરણ વધારવા માટે જિલ્લા કલેક્ટર અને સરકારી અધિકારીઓ દ્વારા સરપંચ અને ધાર્મિક આગેવાનો સાથે અઠવાડિયામાં 2 થી 3 વખત બેઠક યોજવામાં આવે છે.

Read More