સુરતમાં પિતાના જન્મ દિવસે પુત્રે ‘ચંદ્ર પર એક એકર જમીનનો ટૂકડો ખરીદી ભેટમાં આપ્યો

surat moon
surat moon

આજકાલ જન્મદિવસની ઉજવણીની ઘણી તમે જોઈ હશે અને તમે પરિવારના કોઈપણ સભ્યનો જન્મદિવસ ઉજવ્યો હશે ત્યારે ગુજરાતના સુરતમાં આ જન્મદિવસની ઉજવણી થોડી અલગ હતી.ત્યારે એક સમયે સુરતમાં હીરાના કારખાનામાં હીરા કામદાર તરીકે કામ કરતા 61 વર્ષીય રવજીભાઈનો જન્મ 1 ઓક્ટોબરના રોજ થયો હતો.ત્યારે રવજીભાઈના પરિવારે પહેલી વખત તેમનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું ત્યારે રવજીભાઈને જાણ કરવામાં આવી ન હતી.

સુરતમાં એક પિતાના જન્મદિવસએ એક પુત્રએ ચંદ્ર પર જમીન ખરીદી છે અને તેને ભેટ તરીકે આપી છે ત્યારે એક સમયે હીરા કામદાર તરીકે કામ કરતા 61 વર્ષીય રવજીભાઈના પુત્ર શૈલેષ માલવિયાએ બે મહિના પહેલા તેના પિતાને જાણ કર્યા વગર તેના પિતાના જન્મદિવસે સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની કાર્યવાહી શરૂ કરી હતી અને તેના જન્મદિવસે ભેટ આપી હતી.

રવિજીભાઈનો દીકરો જન્મદિવસની ઉજવણી માટે કેક લાવ્યો અને પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને કેક કાપી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ત્યારબાદ રવિજીભાઈને જન્મદિવસની ભેટ આપવાનો સમય આવ્યો. ત્યારે રવજીભાઈના દીકરા શૈલેશે તેને પેક કરેલું પાર્સલ આપ્યું અને તેને ખોલવાનું કહ્યું. ત્યારે રવિજીભાઈએ તેને ધીરે ધીરે ભેટનું પેકેટ ખોલ્યું, તેની અંદરથી પૃથ્વી પર કોઈ જમીન ખરીદવા માટે કાગળ નહોતો, પણ ચંદ્ર પર એક એકર જમીન ખરીદવાની કાગળો હતા.

Read More