નવરાત્રીના પહેલા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો,9300 રૂપિયા સસ્તું થયું સોનુ

gold price

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનામાં નબળાઈ જોવા મળી રહી છે ત્યારે ચાંદીની મજબૂતાઈ જોવા મળી રહી છે. સાથે MCX સોનું ડિસેમ્બર વાયદો 0.13 ટકા અથવા 63 રૂપિયાની નબળાઈ સાથે રૂ. 46,851 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું જોવા મળ્યો છે. ચાંદીનો ડિસેમ્બર વાયદો 0.3 ટકા એટલે કે 19 રૂપિયાની મજબૂતી સાથે રૂ .60,726 પર ટ્રેડ થતો જોવા મળ્યો છે.

બુધવારે એમસીએક્સ પર બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો આવ્યો હતો.ત્યારે સોનું 10 ગ્રામ દીઠ રૂ. 46,674 હતું, ચાંદી 0.40 ટકા અથવા રૂ. 266 ઘટીને રૂ .60,726 પ્રતિ કિલો વેચાઈ હતી.

.
ગુડ રિટર્ન્સ વેબસાઇટ પ્રમાણે ભારતમાં ગુરુવારે સોનું (24 કેરેટ) 46,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું છે.ત્યરાએ ચાંદી રૂ .60,700 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે, જે ગઈકાલના કારોબાર કરતાં રૂ .100 વધીને રૂ. નવી દિલ્હી અને મુંબઈમાં 10 ગ્રામ 22 કેરેટ સોનું 45,750 રૂપિયા અને 45,680 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. વેબસાઈટ મુજબ ચેન્નઈમાં સોનું 43,920 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 10 ગ્રામ 24 કેરેટ સોનું દિલ્હીમાં 49,910 રૂપિયા અને મુંબઈમાં 46,680 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

Read More