28 વર્ષીય યુવતિએ રસ્તા પર કહ્યું મારી સાથે આવવું છે ? મજા આવશે’, તેમ કહીને કિસ આપી…

girls123 1
girls123 1

અમદાવાદમાં પોલીસે 28 વર્ષીય મહિલાની જાહેર રસ્તા પર ઉભા રહીને પસાર થતા લોકો સામે અભદ્ર હરકતો કરવા બદલ ધરપકડ કરી છે. ત્યારે કાલુપુર રિલીફ રોડ પર યુવતી તેના હોઠ અને હાથ વડે રસ્તા પરથી નીકળતા પુરુષોને ઈશારા કરી રહી હતી. આ દરમિયાન, પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મચારીઓએ આ જોયું અને યુવતીને પકડી લીધી.

Loading...

મળતી માહિતી પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ મહેબુબ ખાન અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાંજે 4.30 કલાકે કાલુપુર રિલીફ રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ઓરિએન્ટલ બિલ્ડિંગની સામે એક યુવતીએ રાહદારીઓને ઈશારા કરતી હતી ‘મારી સાથે આવો? ” મજા આવશે,” તેણીએ તેના હાથ અને હોઠ સાથે ઈશારા કરતા કહ્યું. જેથી કોન્સ્ટેબલ પુષ્પાબેને યુવતીને જોતા જ તેને પકડી હતી

પોલીસે પૂછપરછ કરતાં યુવતીએ જણાવ્યું કે તે નારોલ ખાતે મજૂરી કામ કરતી હતી અને કાલીગામ પાસે રહેતી હતી. ત્યારે પોલીસે જાહેર રસ્તા પર રાહદારીઓ સાથે અભદ્ર વર્તન કરવા બદલ યુવતી વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટની કલમ 110 અને 117 હેઠળ ફરિયાદ નોંધી છે.

Read More