ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પર ચાલુ ઇકો ભડભડ સળગી, CNG હોવાથી આગ વધુ પ્રસરી..

marutisuzuki1
marutisuzuki1

રાજકોટમાં વાહન સળગાવવાની ઘટના અવારનવાર બને છે. ગોંડલ નજીક ભરૂડી ટોલ પ્લાઝા પર આજે ઇકો કારમાં આગ લાગી હતી. આગ લગતા અંદરથી મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા ગયા હતા. ત્યારે ટોલ પ્લાઝાના કર્મચારીઓએ તમામ મુસાફરોને તેમના જીવના જોખમે બહાર કાઢ્યા હતા.. જ્યારે ઇકો કારમાં આગ બાળીને ખાખ થઇ ગઈ .

ઇકો કાર સીએનજી હોવાથી આગ વધુ લાગી હોવાની શક્યતા. જલદી સી.એન.જી. લીક થવાનું શરૂ કર્યું, તે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ગોંડલથી ફાયર ફાઇટર દોડી આવ્યા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ઇકો કારમાં આગ લાગવાના કારણે લોકોના ટોળા ઉમટયા હતા. ત્યારે લોકોએ દૂર દૂરથી આગને જોય હતી. તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવાથી લાંબી ટ્રાફિક જામ રહેતા પોલીસ દોડી આવતા જ ટ્રાફિક હળવો કરાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ટોલ પ્લાઝા પર ઉભી રાખતીવખતે ઇકો કારમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Read More